શ્રી વરલી પ્રા.શાળાના પટાંગણમાં ૭૯માં શાળા સ્થાપના દિવસની ઉજવણી

તા:૦૩/૦૨/૨૦૨૬ ના રોજ શ્રી વરલી પ્રા.શાળાના પટાંગણ માં ૭૯ માં શાળા સ્થાપના દિવસની ઉજવણી કરવામાં આવી હતી શાળા સ્થાપના દિન નિમિતે બાળકો દ્રારા વિવિધ સાંકૃતિક કાર્યક્રમો રજૂ કરાયા હતા જેવા કે માતાપિતા વંદના, કચ્છી,આદિવાસી,રાજસ્થાની નૃત્યો, લેજીમ ડાન્સ, પિરામિડ,લીલીપુટ ડાન્સ, વગેરે
બહોળી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહી બાળકોને ઉત્સાહ વધાર્યો હતો આ સમગ્ર કાર્યક્રમ સમરસ વરલી ગ્રામ પંચાયતના ચૂંટાયેલ સરપંચ શ્રી બાબુભાઈ મકવાણા તથા ઉપસરપંચ શ્રી મેમાભાઈ બારારિયા ના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો સમગ્ર કાર્યક્રમનું સંચાલન શાળાના આચાર્ય શ્રી હરેશભાઈ પરમાર તથા શિક્ષિકાબેન શ્રી અમીષાબેન પટેલ દ્રારા કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા smc અધ્યક્ષ શ્રી ગોપાલભાઈ ઉપાધ્યક્ષ શ્રી વિરમભાઇ smc સભ્યો તથા શાળાના શિક્ષકગણ નીલમબેન વાગડીયા,પાર્થભાઈ પટેલ, સેજલબેન મકવાણા, મયુરભાઈ ભેડા, શિલ્પાબેન જાની, ભક્તિબેન બાંભણિયા વગેરેએ ભારે જહેમત ઉઠાવી હતી