વરસામેડીમાં માદક પદાર્થ પી ગયા બાદ આધેડનું મોત

copy image

copy image

અંજાર ખાતે આવેલ વરસામેડીમાં માદક પદાર્થ પી જવાથી 45 વર્ષીય આધેડનું મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં પ્રાપ્ત થતી વિગતો મુજબ, ગત તા. 2 ના રોજ બપોરના સમયે માદક પદાર્થ પી ગયેલા હોવાથી મહેન્દ્રભાઈને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતા. જ્યાં સારવાર દરમ્યાન ગત સાંજે તેમનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસે નોંધ કરી આગળની વધુ તપાસ આદરી છે.