શિકરાના વાડી વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત
copy image

ભચાઉ ખાતે આવેલ શિકરાના વાડી વિસ્તારમાં 17 વર્ષીય કિશોરીએ ઝેરી દવા ગટગટાવી લેતા મોત થયું હતું. આ બનાવ અંગે વધુમાં વર્તુળોમાંથી પ્રાપ્ત થતી વિગતો મુજબ, શિકરા વાડી વિસ્તારમાં રહેનાર સોનલબેન તમાશીભાઈ ઠાકોર નામની કિશોરીએ ગત તા.2/2નાં સાંજના અરસામાં જીવનનું અંતિમ પગલું ભરી લીધું હતું. આ સમયે હતભાગી પોતાના ઘરે હાજર હતી તે સમયે કોઈ અકળ કારણે જંતુ મારવાની દવા ગટગટાવી હતી. બનાવ અંગે જાણ થતાં તાત્કાલિક તેને સારવાર અર્થે હોસ્પિટલ લઈ જવામાં આવેલ હતી, જ્યાં સારવાર દરમ્યાન તેનું મોત થયું હતું. આ બનાવ અંગે પોલીસ નોંધ કરી આગળની વધુ તપાસ આરંભી છે.