Skip to content
પોલીસ અધિક્ષક મહેન્દ્ર બગડીયાની સુચનાથી ડી.એમ.ઢોલના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. ટીમ દ્વારા ચોટીલા તાલુકા વિસ્તારમાં પેટ્રોલીંગ હાથ ધરી બામણબોર પો.સ્ટે. ના ધારેઇ ગામે પેટ્રોલીંગમાં હતા. ત્યારે જીલુભાઇ ઉર્ફે ધુધભાઇ નાનભાઇ ખાચર જાતે કાઠી ઉ.વ.૪૨ ધંધો.ખેતી રહે.ધારેઇ તા.ચોટીલા વાળો પોતાની ધારેઇ ગામની સીમ, મદાવાના મારગે આવેલ બાવળવાડી વાડીએથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.રૂ.૧૦૦૦ કાળુભાઇ વાસ્કુરભાઇ ગીડા જાતે.કાઠી ઉ.વ.૬૧ ધંધો.ખેતી રહે.ધારેઇ તા.ચોટીલા વાળાને પોતાની ધારૈઇ ગામની સીમ, મદાવાના મારગે આવેલ સૈયારીયો વાડીમાંથી એક દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.રૂ.૧,૦૦૦ સામતભાઇ પ્રેમજીભાઇ જાડા રહે.ધારૈઇ તા.ચોટીલા વાળાને ધારૈઇ ગામે રહેણાંક મકાનેથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.૧,૦૦૦ તથા મોબાઇલ નંગ-૧ કી.રૂ.૫૦૦૦ લોખંડના નાના છરા નંગ-૧૭૮, ફટાકડાની લાલ કલરની ટીકડી નંગ-૪, સેલોટેપ તથા પાઉડર કી.૦૦ હથિયાર બનાવવાના સાધનો ડીસમીસ નંગ-૧ કી.રૂ.૧૦ પકડ નંગ-૧ કી.રૂ.૨૦ કુહાડો નંગ-૧ કી.રૂ.૨૦ કોયતો નંગ-૨૦ ઇલેકટ્રીક ડ્રીલ મશીન વાયર સાથે નંગ-૧ કી.રૂ.૫૦૦ ગ્રાઇન્ડર મશીન વાયર સાથે કી.૫૦૦ મળી કુલ રૂ.૭૦૭૦ના મુદામાલ અરવિંદભાઇ સોમાભાઇ બાવળીયા જાતે ત.કોળી ઉવ.૨૧ ધંધો ખેતી રહે.ધારૈઇ, તા.ચોટીલા વાળાને ધારૈઇ ગામની સીમમાં દેવધાના તળાવ પાસે આવેલ વાડીએથી પકડી તેના કબ્જામાંથી દેશી હાથ બનાવટની સીંગલ બેરલ મઝરલોડ બંદુક કી.રૂ.૧૦૦૦ તથા એક તુટી ગયેલ દેશી હાથ બનાવટની મઝરલોડ બંદુક કિ.૦૦ એમ કુલ બે બંદુક સાથે પકડી પાડેલ છે.
પુછપરછ કરતા પકડાયેલા આરોપી સામતભાઇ પ્રેમજીભાઇ જાડા ત.કોળી રહે.ધારૈઇ તા.ચોટીલા વાળાએ પોતે બંદુક બનાવવાનુ કારખાનુ ચલાવી કુલ-૬ બદુંક બનાવી તેમાંથી ૪ બંદુક વેચી આપેલ. તથા બામણબોર પો.સ્ટે. ફસ્ટ ગુ.ર.નં.૪૭/૨૦૧૮ ઇ.પી.કો.કલમ-૩૦૪ આર્મ્સ એકટ કલમ-૧૫(૧)(૧-બી)એ, ૨૭ મુજબના કામે મરણજનાર કાળુ ઉર્ફે ભલો ઉર્ફે પટેલ મનજીભાઇ હતવાણી જે બંદુકથી ફાયરીંગ થતા મરણ ગયેલ તે બંદુક પણ પોતાની બનાવેલ હતી, એમ હકીકત જણાવતા તમામ આરોપીઓ વિરૂધ્ધ અલગ અલગ ગુન્હા રજી.કરાવી બામણબોર પોલીસ સ્ટેશન ખાતે સોપી આપતા બામણબોર પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરવાાં આવેલ છે.