ભુજ શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાંથી ચોરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી

copy image

copy image

ભુજ શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાં ગેરકાયેદસર રીતે ઘૂસેલા ચોરોએ સોના-ચાંદીના દાગીનાની ચોરી કરી હતી. વધુમાં મળતી માહિતી અનુસાર ભુજ શહેરમાં આવેલા એક બંધ ફ્લેટમાં ગેરકાયેદસર ઘૂસેલા ચોર ઈસમો સોના-ચાંદીના કુલ 36,000ના દાગીનાની ચોરી કરી હોવાથી ફરિયાદ ભુજ શહેર બી-ડિવિઝન પોલીસે આરોપી ભરત વિશનજી સોનીની ધરપકડ કરી લીધી હતી. પોલીસ દ્વારા મળતી માહિતી અનુસાર ભુજના રાજન ફર્નિચરની બાજુમાં આવેલા વિકાસ એપાર્ટમેન્ટ-1માં આવેલા ફરિયાદી મયૂર શાંતિલાલ ગોરના બંધ ફ્લેટમાં ગત તા. 4-2ના બપોરના અરસામાં ઘૂસેલા આરોપીએ ઘરમાં લાકડાના કબાટમાં રહેલી પર્સમાં રાખેલા સોના-ચાંદીના દાગીના જેની કિં. રૂા. 36,000નો માલ ચોર કર્યો હતો . આ બનાવ અંગે પોલીસે ફરિયાદ નોંધી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.