મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા 25 વર્ષીય પરિણીતાનો આપઘાત.
copy image

મુન્દ્રા તાલુકાના સમાઘોઘામાં રહેતા 25 વર્ષીય પરિણીતાએ કોઈ કારણોસર આપઘાત કરી લીધો હતો. મુન્દ્રા પોલીસ મથકેથી પ્રાપ્ત માહિતી અનુસાર પોતાના ઘરે હતી તે દરમિયાન તેણીએ પંખામાં સાડી બાંધી ફાંસો ખાઈ આપઘાત કર્યા હોવાનો બનાવ સામે આવ્યો છે .સમાઘોઘાના મહાવીરનગરમાં રહેતા 25 વર્ષીય શિવાનીબા ભરતસિંહ નાનુભા જાડેજાએ કોઈ અક્ડ કારણોસર આત્મઘાતી પગલું ભરી લીધું હતું. સમગ્ર બનાવને અંગે મુન્દ્રા પોલીસ મથકે અકસ્માતે મોતનો ગુનો નોંધવામાં આવ્યો છે અને આ બનાવની આગળની કાર્યવાહી હાથ ધરી છે