નખત્રાણાના અરલનાની ગામ પાસે મારૂતિવાનમાં આગના બનાવમાં મૃત્યુ પામનાર મૃતકોના પરિવારજનો અને ઇજાગ્રસ્તોને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી રૂ. ૧૭ લાખની સહાય


અરલનાની ગામ પાસે ગત તા.૧૨/૬/૨૦૧૯ના રોજ મારૂતિવાનમાં આગ લાગતાં કુલ-૩ વ્યકિતઓનાં અકસ્માતમાં મૃત્યુ થયાં હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકોનાં પરિવારને મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી અકસ્માતમાં મૃત્યુ પામનાર મૃતકદીઠ રૂ. ૨,૦૦,૦૦૦/- લેખે રૂ. ૬,૦૦,૦૦૦/-સહાયના ચેક તેમજ અકસ્માતમાં ઈજા પામનાર કુલ-૧૧ ઇજાગ્રસ્તોને પ્રત્યેક ઇજાગ્રસ્તદીઠ રૂ.૧,૦૦,૦૦૦/- લેખે રૂ. ૧૧,૦૦,૦૦૦/- મળી કુલ રૂ. ૧૭,૦૦,૦૦૦/-ની સહાયની રકમનાં ચેક આજે ભુજ ઉમેદભુવન ખાતે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિર, કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને પ્રવાસન નિગમના ડાયરેકટર અને કચ્છ ભાજપ પ્રમુખ શ્રી કેશુભાઈ પટેલના હસ્તે અર્પણ કરાયાં હતા

આપ્રસંગે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન, નિવાસી અધિક કલેકટર કે.એસ.ઝાલા, નખત્રાણાનામામલતદાર એ.પી.ઠકકર સહિત અકસ્માતનો ભોગ બનનારા પરિવારના આપ્તજનો અને સમાજનાઆગેવાનોની ઉપસ્થિતિમાં અર્પણ કરાયાં હતા.
આ પ્રસંગે રાજયમંત્રી શ્રી વાસણભાઈ આહિરે જણાવ્યું હતું કે, આ અકસ્માત બાદ હોસ્પિટલ જઇને ઇજાગ્રસ્તોને પૂરતી સારવાર આપવા સાથે ગરીબ પરિવાર પ્રત્યે સહાનુભૂતિ દાખવી અકસ્માતગ્રસ્તોને રાજયના સંવેદનશીલ મુખ્યપ્રધાન શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ઝડપથી નિર્ણય લઇ સહાય
આપવાનું આશ્વાસન આપવામાં આવ્યું હતું. જેને રાજયના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીએ અંગત રસ લઇને અકસ્માતમાં મૃત્યુ પામનારા આનંદીબેન રતિલાલ ભદ્રુ, પારૂબેન હિરજી જેપાર અને રીનાબેન કરસનભાઈ ભદ્રુના પરિવારજનોને મૃતકદીઠ રૂ. બે લાખ લેખે કુલ રૂ.૬,૦૦,૦૦૦/- અને પ્રત્યેક ઇજાગ્રસ્તદીઠ
રૂ. ૧,૦૦,૦૦૦ લેખે ૧૧ ઇજાગ્રસ્તોને ૧૧,૦૦,૦૦૦/-લાખ મળી મુખ્યમંત્રી રાહતફંડમાંથી કુલ રૂ. ૧૭ લાખની સહાય અર્પણ કરાઇ તે બદલ તેમણે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન અને સમગ્ર તંત્રની સંવેદનશીલ કામગીરીની પ્રસંસા કરી સારવાર અપાવનાર તાલુકા ભાજપના મહામંત્રી જયમલભાઈ રબારી
સહિત શ્યામ મેડિકલ હોસ્પિટલના સંચાલકોનો પણ આભાર વ્યકત કર્યો હતો.કચ્છ-મોરબીના સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડાએ પણ નખત્રાણા તાલુકાના અરલ નાની ગામ પાસે મારૂતિવેનમાં આગ લાગતાં ત્રણ નાનાં બાળકો મૃત્યુ પામતાં દલિત સમાજના અકસ્માતગ્રસ્ત પરિવારજનોને મૃતકદીઠ રૂ. બે લાખ લેખે રૂ. છ લાખ અને ઇજાગ્રસ્તદીઠ રૂ. એક લાખ લેખે ૧૧ ઇજાગ્રસ્તોને
રૂ. ૧૧ લાખની સહાય આપવાનો રાજયના સંવેદનશીલ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા ઝડપી નિર્ણય લઇ મુખ્યમંત્રીશ્રીના રાહતફંડમાંથી કુલ રૂ. ૧૭ લાખની સહાય ચૂકવવામાં આવી હોવાનુંજણાવી વહીવટીતંત્રની કામગીરીને પણ બિરદાવી હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *