વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી યોજના જળ શકિત અભિયાનમાં ગુજરાતના પાંચ જિલ્લાઓનો સમાવેશ કરાયો છે જેમાં અછતના કપરા કાળમાંથી પસાર થઇ રહેલા કચ્છ જિલ્લાનો કનિદૈ લાકિઅ પણ સમાવેશ થયો છે, ત્યારે જળ શકિત અભિયાનને કચ્છમાં ખૂબ વેગવાન બનાવી કચ્છ સમગ્ર ગુજરાતમાં મોખરે રહે તે માટેનું નક્કર આયોજન દ્યડી કાઢવા કનિદૈ લાકિઅ જિલ્લા કલેકટર અકિલા શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષસ્થાને સંબંધીત વિભાગોની બેઠકમાં વિચાર-વિમર્શ કરાયો હતો. ભુજ ખાતે જળ શકિત અભિયાન અંગેની કનિદૈ લાકિઅ મળેલી બેઠકમાં તંત્રના સંબંધીત તમામ વિભાગોને અભિયાનમાં સક્રિયતાથી જોડાવવા અને અકીલા કામગીરીને પરીણામલક્ષી બનાવવા જિલ્લા કલેકટરે નિર્દેશ કનિદૈ લાકિઅ આપતાં હાલમાં પાણીના વધતાં જતાં વપરાશના કારણે ભૂગર્ભ જળના તળ નીચે ઉતરી રહયા છે ત્યારે સરકાર પણ આ બાબતે ચિંતીત હોવાનું જણાવી ગુજરાતના પાંચ કનિદૈ લાકિઅ જિલ્લાઓમાં જળ શકિત અભિયાનનો પહેલી જુલાઈથી પ્રારંભ થઇ ગયો હોવાનું તેમણે જણાવ્યું હતું. આ અભિયાન અંતર્ગત જળ સંરક્ષણ અને રેઇન વોટર હાર્વેસ્ટીંગ કનિદૈ લાકિઅ માટે મનરેગા જેવી યોજનાઓના નાણાનો ઉપયોગ કરી પરંપરાગત તળાવો અને જળાશયોનું સંરક્ષણ, ભૂગર્ભ જળ રિચાર્જ, કુવા રિચાર્જ, વોટરશેડ ડેવલપમેન્ટ કનિદૈ લાકિઅ અને વૃક્ષારોપણ જેવા કાર્યક્રમો પર ભાર મુકવામાં આવ્યો હતો. ગામનું પાણી ગામની જ જમીનમાં ઉતરે તો જ ભૂગર્ભ જળના સ્તર ઊંચા આવશે તેમ કલેકટરે જણાવી કનિદૈ લાકિઅ આ અભિયાન થકી કચ્છનું ભવિષ્ય ઉજળુ બનાવવા પર ખાસ ભાર મુકયો હતો. જળ સંચયનું કાર્ય ફકત સરકાર કે સ્વૈચ્છીક સંસ્થા પૂરતું જ સીમિત ન રહે તે માટે જળ સંચયના કાર્યક્રમને જન-જન સુધી પહોંચાડવા બેઠકમાં અપીલ કરાઇ હતી. આ અભિયાનમાં કચ્છની સ્વૈચ્છીક સંસ્થાઓને પણ જોડવાનો પ્રયાસ કરાયો છે અને સંસ્થાઓને પણ ભવિષ્યમાં કરવાની કામગીરી અંગે જણાવવામાં આવ્યું હતું. જિલ્લામાં આવેલ ઉદ્યોગગૃહોને પણ આ કાર્યમાં જોડાવવા આહ્વાન કરીને કચ્છમાં પાણીના સંરક્ષણ માટે અનેક ગામોમાં જે પરંપરાગત વ્યવસ્થાઓ હાલમાં સચવાયેલી છે આ પ્રકારની વ્યવસ્થાઓ અન્ય ગામો પણ અપનાવે તેવી જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને અપીલ કરી હતી. આ બેઠકમાં જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોષી, નિવાસી અધિક કલેકટરકે. એસ. ઝાલા, અછત નાયબ કલેકટર એન.યુ. પઠાણ, ડીઆરડીએ નિયામક એમ.કે. જોષી, અંજાર પ્રાંત અધિકારી ડો. વિમલ જોષી, ભુજ પ્રાંત અધિકારી આર.જે. જાડેજા, નખત્રાણા પ્રાંત અધિકારી કે.જી. રાઠોડ, અબડાસા પ્રાંત અધિકારીડી.એ. ઝાલા, પાણી પુરવઠા વિભાગના અધિક્ષક ઇજનેર એલ.જે. ફુફલ, પી.એ. સોલંકી, જી.ડલ્યુ.આઇ.એલ.ના સી.બી. ઝાલા,ડીઇઓ ડો. બી.એમ. પ્રજાપતિ, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જયેશ બારોટ, ભુજ નગરપાલિકા ચીફ ઓફિસર નીતિન બોડાત, જળસ્ત્રાવ વિભાગના નીરવ પટ્ટણી, વનવિભાગસહિતતમામ વિભાગોના અધિકારીઓ, વિવિધ સ્વૈચ્છીક સંસ્થાના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા.