નિરોણાવાસીઓએ મોટી સંખ્યામાં હાજર રહી આદર્શ ગ્રામ નિર્માણમાં તંત્રને આપ્યો સહયોગ

કલાની પંચતીર્થિ ગણાતાં નિરોણા ગામે આજે ઉત્સવ જેવો માહોલ સર્જાયો હતો. કેન્દ્રીય કાપડમંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાનીએ દત્તક લીધેલાં નખત્રાણા તાલુકાના નિરોણા ગામને આદર્શ ગ્રામ યોજના હેઠળ આદર્શ ગ્રામ તરીકે વિકસાવવાનું નક્કી કરાતાં નિરોણાવાસીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી નિરોણાને આદર્શ ગ્રામ બનાવવાના તંત્રના પ્રયાસોમાં સહયોગ આપ્યો હતો.નિરોણા આદર્શ ગ્રામના સર્વાંગી વિકાસમાંના ઘડતર માટે મો માટે અનેકવિધ જાહેર સુવિધાઓ, ઉત્પાકતા અને માનવ વિકાસને ઉન્નત કરવા અને લોકોનું જીવન ધોરણ ઊંચું લાવવા માટેની તકો ઊભી કરવા સાથે પૂ. ગાંધીજીની કલ્પનાનું ગામ બનવાની દિશામાં મોડેલ ગામ બનવા જઇ રહેલા નિરોણામાં આજે જિલ્લા વહીવટીતંત્રના વડા જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે દરેક વિભાગોના વડાને કામગીરીની સમીક્ષા કરવા નિરોણા જાતે ઉપસ્થિત રહેવા સૂચના આપવામાં આવી હતી.આજે નિરોણા ખાતે ૪૨ વિભાગોના વડાઓને હાજર રાખી નિરોણા ગામને હાલની સુવિધાઓનો બેઝ લાઇન સર્વે કરી, વર્ષ દરમિયાન કરવાના નવા વિકાસકીય કામો તથા તેનો બેંચમાર્ક અને માઇલસ્ટોન મુજબની કામગીરીની જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન દ્વારા સમીક્ષા હાથ ધરાઇ હતી.જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહને આદર્શ ગ્રામના દિશાનિર્દેશો અનુસાર વિભાગવાર કામગીરીની સમીક્ષા કરતાં કેન્દ્રીયમંત્રી શ્રીમતી સ્મૃતિબેન ઇરાની દ્વારા દત્તક લેવાયેલા નિરોણામાં વિભાગવાર શું-શું કામગીરી કરાઇ છે, તેનો રીવ્યુ લેતાં વેબસાઇટ ઉપર મૂકેલ સર્વે મુજબ કામગીરી કરવા દરેક વિભાગોને નિર્દેશ આપ્યો હતો. તેમણે કેટલાંક વિભાગો દ્વારા બેઝલાઇન સર્વેની ડેટાએન્ટ્રી તથા કામગીરીમાં પ્રગતિ નબળી જણાતાં ગંભીરતાથી લેવા અધિકારીઓને તાકીદ કરી હતી.તેમણે અધિકારીઓને માનવ વિકાસ સૂચકાંક ઉપર ધ્યાન કેન્દ્રિત કરવા સાથે મધ્યાહન ભોજન જેવી યોજનાના સુચારૂ અમલીકરણ માટે વાલીઓ સાથે બેઠક યોજના તેમજ કમિટી બનાવવાનો પણ નિર્દેશ આપ્યો હતો.આ ઉપરાંત મિશન મંગલમ અંતર્ગત હસ્તકલાને લગતા જૂથોને પ્રોત્સાહન આપવા, આવાસ યોજના, ગ્રામ માર્ગો, પી.એમ.સુરક્ષા વીમા યોજના, અટલ પેન્શન યોજના, જનધન યોજના, વૃધ્ધ સહાય, દિવ્યાંગ પેન્શન વગેરે બાબતે નિરોણા કેમ્પ યોજવાનો પણ નિર્દેશ અપાયો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *