ભુજ જી.કે.માં ૭૨૫ મુસ્લિમ હજયાત્રાળુ બિરાદરોને જુદી જુદી રસી અપાઈ

આગામી ઓગસ્ટ માસમાં ઇસ્લામિક કેલેન્ડર મુજબ શરુ થનારી હજયાત્રા માટે અનેક જરૂરિયાત પૈકી રસીકરણ પણ અગત્યની આવસ્યકતા હોવાથી ભુજ જી. કે.જનરલમાં ૭૨૫ મુસ્લિમ બિરાદરો માટે સાગમટે રસીકરણનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. હોસ્પીટલના વાજપાઇ ગેટ પાસે કોર્ટ યાર્ડમાં આયોજિત આ સામુહિક રસીકરણ કાર્યક્રમમાં ૭૨૫ મુસ્લિમ બિરાદરો પૈકી અંદાજે ૪૦૦ ભાઈઓ અને ૩૨૫ જેટલી બહેનોને જુદી જુદી જરૂરી રસી મુકી અને ડોઝ પિવડાવવામાં આવ્યા હતા.આરોગ્ય મંત્રાલય દ્વારા જારી દિશા-નિર્દેશ અનુસાર સાઉદી અરેબિયા ખાતે જરૂરી વેક્સીન મુકાવવામાં આવી છે,એ મતલબનું પ્રમાણપત્ર રજુ કરવાનું હોવાથી મેનીન્જાઈટીસ બીઓપીવી,સિઝનલ ફ્લુ, એચ-૧, એચ-૨ અને ઓરલ પોલીઓ રસી લેવી અત્યંત આવશ્યક હોવાથી સમુહમાં રસીકરણ કરવામાં આવ્યું હતું.અદાણી સંચાલિત જી કે જનરલ હોસ્પિટલના નર્સિંગ સ્ટાફે રસીકરણ કર્યાબાદ સિવિલ સર્જન ડો. કશ્યપ બુચે પ્રમાણપત્ર આપ્યું હતું. હજ યાત્રાળુઓ સાઉદી અરેબિયામાં આવેલા મુસ્લિમો માટે પાવનપાક ગણાતા મક્કા મુકામે લાખો મુસ્લિમ બિરાદરો પહોંચતા હોઈ કોઈપણ જાતના ચેપથી બચવા આરોગ્યની સલામતી માટે આ પગલું લેવામાં આવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *