ભચાઉ તાલુકાના મોટી ચિરઈ હાઈવે પર હિટ એન્ડ રનની ઘટના સામે આવી હતી. ટેમ્પો ચાલક પોતાનો ટેમ્પો પાર્ક કરીને રોડ ક્રોષ કરતો હતો, તે દરમિયાન અજાણ્યા વાહને તેને ટક્કર મારી ઘટના સ્થળે જ મોત નિપજાવ્યું હતું. પ્રાપ્ત વિગતો મુજબ મોટી ચિરઈ નજીક આવેલ બીપીસીએલ પેટ્રોલપંપ સામે પોતાના ટેમ્પ નંબર જી.જે. ૧ર બી.વી. ૧૬૧૮માં ડીઝલ ચેક કરી રહેલા મહંમદ કલીમ જલીલ (ઉ.વ. ૪૭) (રહે મૂળ યુપી, હાલે તુલસી ટ્રાન્સપોર્ટ, ગાંધીધામ)ને ગઈકાલે સાંજે સવા પાંચ વાગ્યાના અરસામાં અજાણ્યા કન્ટેનર વાહન ચાકલે પાછળથી હડફેટે લઈ ગંભીર પ્રકારની ઈજાઓ પહોંચાડી ઘટના સ્થળે મોત નિપજાવી વાહન ચાલક નાસી જતાં ભચાઉ પોલીસે અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.