જિલ્લા કલેકટર રેમ્યા મોહનના અધ્યક્ષપદે ચાઇલ્ડ એડવાઇઝરી બોર્ડની બેઠક યોજાઇ

મહિલા તથા બાળ વિકાસ મંત્રાલયના પ્રકલ્પ તરીકે ખોવાયેલા, શોષિત, તરછોડાયેલા કે ભાગી ગયેલા બાળકો માટે કાર્ય કરતી ચાઇલ્ડ લાઇન એડવાઇઝરી બોર્ડના સભ્યોની બેઠકનું ગઇકાલે સાંજે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહનના અધ્યક્ષપદે આયોજન કરાયું હતું.ચાઇલ્ડ એડવાઇઝરી બોર્ડના અધ્યક્ષ તરીકે જિલ્લા કલેકટર શ્રીમતી રેમ્યા મોહન ઉપરાંત જિલ્લાના સમાજ સુરક્ષા અધિકારી, જિલ્લા મજૂર અધિકારી, જિલ્લા માહિતી અધિકારી, જિલ્લા રેલ્વે ઓફિસર, ચાઇલ્ડ વેલ્ફેર કમિટિના પ્રમુખ અને જુવેનાઇલ જસ્ટીસ બોર્ડના પ્રમુખ, મહિલા અને બાળ વિકાસ અધિકારી આ સમિતિના સભ્યો તરીકે નિયુકત કરાયેલા છે.બેઠક દરમિયાન આવા ખોવાયેલા, શોષિત,તરછોડાયેલા કે ભાગી ગયેલા બાળકો બાળકોના આધારકાર્ડ કાઢવામાં આવતી ટેકનીકલ અડચણો, જન્‍મતારીખ, રાશનકાર્ડમાં નામ ન હોવાને કારણે આધારકાર્ડ સહિત સ્‍કોલરશીપના પ્રશ્‍નો અંગે પણ બેઠકમાં ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી. આ ઉપરાંત કોઇપણ બાળકને મદદની જરૂરત વેળાએ ઉપયોગમાં લેવાતાં ચાઇલ્‍ડલાઇન ટોલ ફ્રી નં. ૧૦૯૮ અંગે લોકો મોટા પ્રમાણમાં માહિતગાર થાય તે માટે જાહેર સ્‍થળોએ તેમજ દરેક પોલીસ સ્ટશન વગેરે સ્‍થળોએ પ્રદર્શિત કરવા સહિતની બાબતોની છણાવટ કરાઇ હતી. બેઠકમાં અપાયેલા ચાઇલ્ડલાઇન રીપોર્ટ અનુસાર કચ્‍છમાં મારગ સહિતનાં ચાઇલ્‍ડ લાઇન પેટા સેન્‍ટર દ્વારા જૂન-૨૦૧૮ થી અત્‍યાર સુધીમાં મેડીકલના ૯૪, શેલ્ટરના ૫૦, સ્પોન્સરશીપના રપ, એબ્યુઝના ૪૭, ઇમોશન સપોર્ટના ૨૭, મીસીંગના ૨૫ અધર ઇન્ટરવેન્શનના ૨૦૩ મળી કુલ ૪૭૧ કેસોનું હેન્ડલીંગ કરાયું હોવાનું જણાવાયું હતું.બેઠકમાં ચાઇલ્ડલાઇન પ્રવૃતિનું પ્રેઝન્ટેશન, સરકારી વિભાગો જેવા કે પોલીસ, આઇસીડીએસ, શિક્ષણ અને કોર્પોરેશન સાથે સહયોગ અને સંકલન ઉપરાંત જાહેર સેવા અને યુટીલીટીના મુદ્દે ચર્ચા-વિચારણા કરાઇ હતી. સંબંધિત વિભાગના અધિકારીઓના પ્રતિસાદ અને સભ્યોના સૂચનો પણ લેવામાં આવ્‍યાં હતઆ બેઠકમાં જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી અરવિંદભાઈ રોહડિયા, આઇસીડીએસના માહિતી વિભાગ સહિત મારગ સંસ્થાના પ્રતિનિધિઓ વગેરે ઉપસ્થિત રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *