Skip to content
ગાંધીધામ શહેરના જીઆઇડીસીના પ્લોટ નંબર 125માં આવેલા મેઠલના વાડાના ગોદામમાંથી તા. 6/7 ના રાતથી તા.7/7 ના સવાર સુધીના સમયગાળા દરમિયાન રૂ.3,30,400 ની કિંમતનો 700 કિલોગ્રામ તાંબાનો જથ્થો ચોરાયો હોવાની ફરિયાદ 9/7ના વાડાના માલીકે નોંધાવી હતી જેમાં બી-ડિવિઝન પોલીસે વોચ ગોઠવી ચોરાઉ 3.30 લાખના તા઼બાના જથ્થા સાથે પાંચ ઇસમોને પકડી માત્ર એક દિવસમાં આ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. ગાંધીધામના મહેશ્વરીનગરમાં શીવ મંદિર સામે રહેતા અને જીઆઇડીસીના પ્લોટ નંબર 125માં ગજાનંદ મેટલ નામનો વાડો ધરાવતા 26 વર્ષીય અજયભાઇ નારાણભાઇ મહેશ્વરીએપોતાના વાડાના ગોડાઉનમાંથી રૂ3.30 લાખની કીંમતનો 700 કિલોગ્રામ તાંબાનો જથ્થો ચોરાયો હોવાની ફરીયાદ નોંધાવ્યા બાદ, બી-ડિવિઝન પોલીસ મથકની ટીમે પેટ્રોલિંગ દરમીયાન સતત વોચ રાખી વીરામાં રહેતા જુસબ હુસેન લાડક, કિડાણાના અકરમ ઇસ્માઇલ ચાવડા,કાસમ ઇસ્માઇલ ચાવડા, ઉમર કાસમ ચાવડા અને તુણાના જુસબ હુસેન બુચડને ચોરાઉ રૂ.3,30,400 ની કિંમતના 700 કિલોગ્રામ તા઼બાના જથ્થા સાથે પકડી એક દીવસમા઼ ચોરીનો ભેદ ઉકેલી લીધો હતો. પકડાયેલા આરોપીઓ પાસેથી ચોરાઉ મુદ્દામાલ સાથે જીજે-12-બીએફ-8198 નંબરની કાળા કલરની સ્વીફ્ટ પણ કબજે કરી વધુ તપાસ હાથ ધરાઇ હોવાનું બી-ડિવિઝન પોલીસ મથકના પીઆઇ જે.પી.જાડેજાએ જણાવ્યું હતું.