પોલીસ અધિક્ષક શ્રી સૌરભ તોલંબીયા સાહેબ ભુજ નાઓ તથા નાયબ પોલીસ અધિક્ષક શ્રી , નખત્રાણા વિભાગ, તથા સી.પી.આઇ. શ્રી, નલીયા સર્કલ નાઓ ધ્વારા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ગેરકાયદેશર ચાલતી પ્રવુતિઓ શોધી કાયદેશરની કાર્યવાહી કરવા સુચના કરેલ જે આધારે આજ રોજ પોલીસ સબ ઈગ્સ્પેક્ટરશ્રી એસ.એ.ગઢવી તથા સાથે પો.કોન્સ ખશોકભાઈ એમ ડાભી તથા પો.કોન્સ યુવરાજસિંહ ઝાલા તથા જોરાવરસિંહ જાડેજા તથા પો.કોન્સ અનુપસિંહ વાધેલા એ રીતેના પોલીસ સ્ટાફના માણસો કલાક ૧૬/૦૦ થી પો.સ્ટે વિસ્તાર પેટ્રોલિગમા હતા તે દરમ્યાન પો.સ.ઈ એસ.એ.ગઢવીનાઓની બાતમી મળી કે નેત્રા ગામનો ઓસમાણ હસાણ કાઠી વાળા પાસે બે મોટર સાયકલ છે જે પોતે પોતાની બાડિયા ગામની સીમમાં ચખુડા ડેમ નજીક વાડીમાં સંતાડીને રાખેલ છે તે સદરહુ બાતમી વાળી જગ્યાએ જઈ અને આ હાજર ઈસમ ઓસમાણ સ/ઓ હસણ જાતે કાઠી ઉ.વ-૩૮ રહે-નેત્રા તા.નખત્રાણા વાળા કબ્જામાથી બે મોટર સાયકલ જે કાળા કલરનુ હિરો હોન્ડા કંપનીનુ તથા એક હોન્ડા કપનીનુ પેસન પ્રો બ્લ્યુ કલરનુ મોટર સાયકલ છે જે કોઈ આધાર પુરાવા વગરના હોય જેથી આ બન્ને મોટર સાયકલ ચોરીના મુદામાલ હોય તેવો શક વહેમ પડતા આ બજ્ને મોટર સાયકલને સી.આર.પી.સી ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને આ ઈસમને સી.આર.પી.સી ૪૧-૧-ડી મુજબ અટક કરી અને તેની વધુ પુછ કરવાની કાર્યવાહીચાલુમા છે