મોરબી રાજકોટ હાઇ વેપર ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ટ્રક સાથે કાર ધડાકાભેર અથડાયો હતો. જેમાં 27 વર્ષનાં વૈભવ ગુણવંતભાઇ પટેલનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું. આ દુર્ઘટનામાં કાર ઉપરની આખી બોડી ઉખડી અને ટ્રકમાં ફસાઇ ગયું હતું. આ મામલામાં ટંકારા પોલીસે ગુનો નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.મૃતક વૈભવ ગુણવંતભાઇ પટેલ મોરબીના નવા બસ સ્ટેશન પાછળના એક એપાર્ટમેન્ટમાં રહેતા હતા. તેઓ કાર નં.જીજે 36 એલ 2167 લઇને રાજકોટ તરફ આવી રહ્યા હતા.ટંકારા પાસે ધ્રુવનગર પાસે રોડનું કામકાજ ચાલતુ હતું. આ રોડ દરમિયાન જ કાર રાજસ્થાન પાસિંગના ટ્રક સાથે ધડાકાભેર અથડાઇ હતી. આથી કારની ઉપરની બોડી નીકળીને ટ્રકની બાજુમાં ચોંટી ગયું હતું.વૈભવનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું. પોલીસે આધારકાર્ડના સહારે પરિવારજનોની ઓળખ મેળવીને સંપર્ક કરાયો હતો.ઘટનાને પગલે લોકોના એકઠા થઇ ગયા હતાં. બનાવની વધુ તપાસ ટંકારા પોલીસે હાથ ધરી છે.