અબડાસા તાલુકામાંથી ગેરકાયદેસર રીતે થતી રેતી ચોરી ઝડપી પાડતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ
પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાધેલા સાહેબ, સરહદી રેન્જ, ભુજ તથા પોલીસ અધિક્ષકશ્રી સૌરભ તોલંબીયા સાહેબની સુચનાથી ઈન્ચા ર્જ પોલીસ ઈન્સેપેકટર શ્રી એમ.બી.ઔસુરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. સ્ટાસફના કર્મચારીઓ કચ્છ જીલ્લામાં થતી ખાણ ખનીજ ચોરી અટકાવવા બાબતે પેટ્રોલીંગમાં હતાં,
? પેટ્રોલીંગ દરમ્યાન ખાનગી રાહે ચોકકસ બાતમી હીકત મળેલ કે, કોઠારા ગામથી વાંકુ તરફ જતા મેઇન રોડ પર આગળ જતા નર્શરની બાજુમાંથી જતા કાચા રસ્તાની દક્ષીણે આવેલ નદીમાં અમુક ઇસમો ગેરકાયદેસર રીતે ખનીજનું ખોદકામ કરી રેતીની હેરાફેરી કરે છે, જેથી પંચો સાથે બાતમી હકીકત વાળી જગ્યાએ રેડ કરતાં અમુક ઇસમો લોડર મારફતે હાઇવા (ડમ્પર) માં રેતી ભરેલા જોવામાં આવતા ડમ્પારમાં ગે.કા. રીતે લીઝ તથા રોયલ્ટી વગર રેતી ચોરી કરતાં નીચે જણાવ્યાા મુજબના રીતેના જથ્થા તથા સાધનો(વાહનો) પકડી પાડેલ છે.
? (૧) દાનસંગજી વંકાજી રાઠોડ, રહે.નાના વાલ્કા, તા.નખત્રાણા વાળાના કબ્જાના હાઇવા (ડમ્પર) નં.GJ-12-BW-8708 માં ર૫ ટન રેતી કી.રૂ.૬,૨૫૦/-, તથા હાઇવા (ડમ્પર), કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/-
? (ર) કનુભા દાનસંગજી જાડેજા, રહે.જુનાચાર, તા.લખપત, વાળાના કબ્જા માંથી રજી. નંંબર વગરનુું ડમ્પર (હાઇવા) માં ૪૪ ટન રેતી કી.રૂ.૧૧,૦૦૦/-, તથા હાઇવા (ડમ્પર), કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/-
? (૩) પૃથ્વીરાજસિંહ શેરસિંહ સોઢા, રહે.મોટી છેર, તા.લખપત વાળાના કબ્જા માંથી હાઇવા (ડમ્પર) રજી નં.GJ-12-BW-8562, જેની કિ.રૂા.૧૫,૦૦,૦૦૦/-
? (૪) અબ્દુલસકુર હારૂન હાલેપૌત્રા, રહે.રાયધણજર, તા.અબડાસાવાળાના કબ્જામાંથી રેતી ભરવા માટેનું લોડર જેની કિ.રૂા.૩,૦૦,૦૦૦/-
? આમ ઉપરોકત રેઈડ દરમ્યાીન રેતી ટન ૬૯, કી.રૂ.૧૭,૨૫૦/- તથા ત્રણ હાઇવા (ડમ્પર) કિ.રૂ.૪૫,૦૦,૦૦૦/-, તથા રેતી ભરવા માટે ઉપયોગમાં લીધેલ લોડર કી.રૂ.૩,૦૦,૦૦૦/- એમ કુલ્લે રૂ.૪૮,૧૭,૨૫૦/- નો મુદામાલ સી.આર.પી.સી. કલમ-૧૦ર મુજબ કબ્જે કરેલ છે, તથા આગળની કાર્યવાહી થવા જખૌ પોલીસ સ્ટેશને સોંપવામાં આવેલ છે.