ભુજ જીકે જનરલ હોસ્પિટલની કેન્ટીનમાં જમવા મુદે બરતરફ કરાયેલા સિક્યુરીટી ગાર્ડે સિક્યુરીટી સુપરવાઈઝર સાથે ઝપાઝપી કરી માર જુડ કરતાં વચ્ચે પડેલા સિક્યુરીટી ગાર્ડે હાથમાં છરીનો ઘા વાગ્યો હતો જો કે અારોપી હુમલો કરી નાશી છુટ્યો હતો. બનાવને પગલે હોસ્પિટલ સંકુલમાં દોડધામ મચી જવા પામી હતી. બી ડિવિઝન પોલીસ મથકમાં અારોપી વિરૂધ અેટ્રોસીટી સહિતની ફરિયાદ નોંધાવા કાર્યવાહી હાથ ધરાઇ પ્રાપ્ત વિગતો મુજબ તેમજ ઇજા ગ્રસ્ત સિક્યુરીટી સુપરવાઇઝર પ્રેમજીભાઇ લાખાભાઇ મહેશ્વરીના જણાવ્યા પ્રમાણે બનાવ બપોરે સાડા ત્રણ વાગ્યાના અરસામાં બન્યો હતો. અગાઉ જી.કે.માં સિક્યુરીટી ગાર્ડ તરીકે નોકરી કરતા અને બાદમાં સિક્યુરીટીની નોકરીમાંથી કાઢી મુકાયેલા ભાવેશ ગોસ્વામી નામના યુવાનને જી.કે.જનરલ હોસ્પિટલમાં અાવવાની ના પાડવામાં અાવી હોવા છતાં અને હોસ્પિટલમાં અાવેલી કેન્ટીનમાં જમવાની ના પાડી હોવા છતાં અાવતો હોઇ તેને રોકતાં અારોપી ભાવેશે અાઇ અેસ અેસ સિક્યુરીટીના સુપરવાઈઝર પ્રેમજીભાઇ લાખાભાઇ મહેશ્વરીને ધકબુસટનો માર મારીને પોતાની પાસે રહેલ છરીનો ઘા મારવા જતાં સિક્યુરીટી ઇન્ચાર્જ સંજયસિંહ અનિરૂધસિંહ રાઠોડે વચ્ચે છોડાવા જતાં હાથમાં છરીનો ઘા વાગી ગયો હતો. અા બનાવથી સિક્યુરીટી ગાર્ડો દોડી અાવ્યા હતા પરંતુ અારોપી ભાવેશ નાશી છુટ્યો હતો જો કે, બનાવ સંદર્ભે ઘાયલ પ્રેમજીભાઇ મહેશ્વરીઅે બી ડિવિઝન પોલીસ મથકમાં અેટ્રોસીટી સહિતની કલમ તળે ફરિયાદ નોંધાવા તજવીજ હાથ ધરી છે પરંતુ અા લખાય છે ત્યા સુધી ફરિયાદ નોંધાઇ નથી.