માનકુવા નજીક ટ્રક, રીક્ષા અને બાઈકનો ત્રિપલ અકસ્માત

આજે બપોરે માનકુવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે 3 વાહનોનો ગમખ્વાર અકસ્માત સર્જાયો. જેમાં 7 થી વધું લોકોના મોત નિપજ્યા. જ્યારે 10થી વધારે લોકોને ઈજા પહોંચી હતી. ભુજના માનકૂવા નજીક ડાકડાઈ ગામના પાટીયા પાસે ત્રણ વાહનો વચ્ચે સર્જાયેલાં ગમખ્વાર અકસ્માતમાં પાંચ લોકોના સ્થળ પર મોત નીપજ્યાં હોવાના અહેવાલો છે. સ્થળ પર પહોંચેલાં માનકૂવા પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ પ્રવિણ પરમારે જણાવ્યું કે, ટ્રક, છકડા અને મોટર સાયકલ વચ્ચે અકસ્માત સર્જાયો છે. ટ્રક માતાના મઢ તરફ જતી હતી જ્યારે છકડો માનકૂવા ગામ તરફ આવતો હતો.દુર્ઘટનાના પગલે રોડ પર ટ્રાફિક જામ સર્જાઈ ગયો છે. વધુ સત્તાવાર વિગતોની રાહ જોવાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *