આખરે 44 વર્ષ રાહ જોયા બાદ, પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયન બન્યું ક્રિકેટનું જન્મદાતા

ઇયોન મોર્ગનની આગેવાની વાળી ઈંગ્લેન્ડની ક્રિકેટ ટીમે ઇતિહાસ રચતા પ્રથમ વાર વિશ્વ ચેમ્પિયન બની ગઈ છે. ઈંગ્લેન્ડે ફાઇનલમાં ન્યૂઝીલેન્ડના પડકારને ધ્વસ્ત કરતા આઈસીસી ક્રિકેટ વિશ્વ કપ 2019ની ટ્રોફી પર કબજો કર્યો છે. પ્રથમ વખત ચેમ્પિયન બન્યું ક્રિકેટનું જન્મદાતા ક્રિકેટ વિશ્વ કપના 44 વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર ક્રિકેટના જન્મદાતા ઈંગ્લેન્ડે વિશ્વ કપ જીત્યો છે. આ પહેલા ઈંગ્લેન્ડ ક્યારેય આ મુકામ સુધી પહોંચી શક્યું નથી. વિશ્વ કપ શરૂ થતાં પહેલા તે કહેવામાં આવી રહ્યું હતું કે, યજમાન ઈંગ્લેન્ડ ટાઇટલનું દાવેદાર છે. તો ખરેખર ઈંગ્લેન્ડે પોતાના ઘરમાં વિશ્વ ચેમ્પિયન બનીને આ વાત સાચી સાબિત કરી દીધી છે. આ ત્રણ વખત ચુકી ગયું હતું ઈંગ્લન્ડઆ પહેલા પણ ઈંગ્લેન્ડને વિશ્વ કપ જીતવાની તક મળી હતી. 1979, 1987 અને 1992ના વિશ્વ કપ ફાઇનલમાં ક્રિકેટનું જન્મદાતા ઈંગ્લેન્ડનું ભાગ્ય ખરાબ રહ્યું હતું. ઈંગ્લેન્ડને 1979ના વિશ્વ કપની ફાઇનલમાં વેસ્ટ ઈન્ડિઝે પરાજય આપ્યો હતો. તો 1987મા ઓસ્ટ્રેલિયાએ તેનું વિશ્વકપ જીતવાનું સપનું તોડી દીધું હતું. 1992મા ઈંગ્લેન્ડને હરાવીને પાકિસ્તાનની ટીમ વિશ્વ ચેમ્પિયન બની હતી. આમ ઈંગ્લેન્ડે ત્રણેય વખત રનર્સ અપ બનીને સંતોષ માનવો પડ્યો હતો.1992 વિશ્વ કપ બાદ તો ઈંગ્લેન્ડની ગાડી પાટા પરથી ઉતરી ગઈ હતી. ઈંગ્લેન્ડે વિશ્વ કપની સેમિફાઇનલમાં જગ્યા બનાવવા માટે 27 વર્ષ રાહ જોવી પડી હતી. 2019ના વિશ્વ કપમાં 27 વર્ષનો ઇંતજાર પૂરો થયો અને ટીમે ચેમ્પિયન બનીને ઈતિહાસ રચી દીધો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *