અછતગ્રસ્ત કચ્છ જિલ્લામાં આ વર્ષે પણ હજુ વરસાદ ન થતા જિલ્લામાં ખેડુતોએ કરેલા વાવેતરને બચાવવા માટે કૃષિ માટે અપાતી વિજળીમાં વધારો કરી ૧૦ કલાક વિજળી આપવા માટેની રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સમક્ષ રજૂઆત કરવામાં આવતા ઉર્જામંત્રીએ હકારાત્મક વલણ અપનાવીને ૧૦ કલાક વિજળી આપવા હૈયાધારણ આપી હતી. કચ્છ જિલ્લામાં ગત વર્ષે અપુરતો વરસાદ થતાં સમગ્ર કચ્છ જ્લિાલને અછતગ્રસ્ત જાહેર કરવામાં આવ્યો હતો. આ વર્ષે પણ અત્યારે કચ્છ જિલ્લામાં બીલકુલ વરસાદ હજુ ન થતાં ખેડુતોએ કરેલ વાવેતર નિષ્ફળ જવાની ભીતી વ્યકત કરવામાં આવી રહી છે. આજે રાજ્યના સામાજીક અને શૈક્ષણીક રીતે પછાત વર્ગોના રાજ્યમંત્રી વાસણભાઇ આહીરના વડપણ હેઠળ અંજાર તાલુકાના સરપંચોએ રાજ્યના ઉર્જામંત્રી સૌરભભાઇ પટેલ સમક્ષ કચ્છ જિલ્લામાં ખેડુતોએ કરેલ વાવેતરને બચાવવા માટે પણ આપવું જરૂરી હોઇ કચ્છમાં કૃષિક્ષેત્રે આપવામાં આવતી વિજળી આઠ કલાકને બદલે ૧૦ કલાક વિજળી આપવા માટે રજુઆત કરી હતી. આ ઉપરાંત કચ્છ ટ્રાન્સપોર્ટ એશો.ના પૂર્વ પ્રમુખ અને અંજાર તાલુકા ખરીદ વેચાણ સંઘના ચેરમેન ત્રીકમભાઇ આહીરે લીગ્નાઇટનો જે કવોટા ફાળવવામાં આવ્યો છે તેમાં વધારો કરવામાં આવે તો ટ્રાન્સપોર્ટ ઉદ્યોગને રાહત થાય. ઉર્જામંત્રીને રજુઆત કરવામાં ત્રીકમભાઇ આહીર, વાસણભાઇ બીજલભાઇ છાંગા, સામજીહીરા, કાના ગોપાલ માતા, કાના ભુરા, સરપંચ સંગઠનના પ્રમુખ સુરેશ છાંગા, નાની નાગલપર સરપંચ સામજી હીરા લોરારીયા, સરપંચ ધીરૂભાઇ પરમાર, કુકમાના સરપંચ કંકુબેન વણકર તથા અન્ય આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા