ભુજ તાલુકાના માધાપર ગામેથી વિદેશી દારૂ પકડી પાડતી પશ્ચિમ લોકલ ક્રાઈમ બ્રાન્ચ

ભુજ તાલુકા વિસ્તારમાં એલ.સી.બી. સ્ટાફના કર્મચારીઓ પેટ્રોલીંગમાં હતા. તે દરમયાન ખાનગી બાતમી મળેલ કે, ગામ મોટા રેહાના ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા પોતાના કબ્જાની સફેદ કલરની સ્વીફટ ડીઝાયર કાર જેના નં.GJ-12-CP-5199 વાળીમાં મોટા રેહાથી ભારતીય બનાવટનો વિદેશીદારૂ ભરી વહેલી સવારના માધાપર ગામ તરફ નિકળનાર છે. તેવી ચોકકસ બાતમીના આધારે લેર ગામના રોડ ઉપર વોચ દરમ્યાન એક સફેદ કલરની સ્વીફટ કાર મોટા રેહા ગામ તરફથી લેર ગામ તરફ રોડ ઉપર આવતી નજરે ચડતા તે કારને રોકવા કોશીષ કરતા તે કારનો ચાલક કારને ઉભી નહી રાખી રોડ પરથી સીધો નીકળી લેર ગામ વાળા રસ્તે નીકળી જતા તે કારનો પીછો કરી માધાપર ગામની પાછળ ગંગેશ્વર રોડ પર આ કારને પકડી પાડી કારની તલાસી લેતા તે કારમાં ભચુભા સવાઇસિંહ જાડેજા, રહે.મોટા રેહા, તા.ભુજ વાળો હોવાનું જણાવેલ જ્યારે કારમાં ખાલી સાઇડની સીટ પર બેસેલ ઇસમ હકુમતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.મોટા રેહા, તા.ભુજ વાળો હોવાનું જણાવતા તેમના કબ્જાની કારની ઝડતી તપાસ કરતા કારમાંથી, ભારતીય બનાવટના વિદેશી દારૂની પેટી નંગ-૧૧, બોટલ નંગ-૧૩૨, કિ.રૂા.૪૬,૨૦૦/- નો પ્રોહિ મુદામાલ દારૂની હેર ફેર માટે ઉપયોગમાં લીધેલ મારૂતી કંપનીની સ્વીફટ ડીઝાયર કાર રજી નં. GJ-12-CP-5199, જેની કિ.રૂા.૩,૦૦,૦૦૦/- તથા મોબાઇલ ફોન નંગ-૧, કિ.રૂા.૫૦૦/- એમ કુલ્લે કિ.રૂા.૩,૪૬,૭૦૦/- નો મુદામાલ મળી આવતા ત્યારે તેઓની પુછ-પરછ કરતા આરોપી બચુભા જાડેજાએ જણાવેલ કે, આ દારૂનો જથ્થો ગામ મોટી ખેડોઇના શિકતસિંહ સરવૈયા પાસેથી લાવી માધાપર, તા.ભુજના સમીર ગઢવીને આપવાનો હતો જેથી ચારેય આરોપીઓ નં.(૧)ભચુભા સવાજી ઉર્ફે સવાઇસિંહ જાડેજા, ઉ.વ.૪૦, નં.(ર)હમુતસિંહ ઉર્ફે હકુભા રાણુભા જાડેજા, ઉ.વ.૨૨, રહે.બંન્ને મોટા રેહા, તા.ભુજ, નં.(૩) શકિતસિંહ સરવૈયા, રહે.મોટી ખેડોઇ તા.ભુજ, તથા નં.(૪)સમીર ગઢવી, રહે.માધાપર, તા.ભુજ’વાળા વિરૂધ્ધ ભુજ શહેર બી/ડિવીઝન પો.સ્ટે. કાયદેસરની કાર્યવાહી કરી ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે જેની આગળની તાપસ બી/ડિવિઝન પોલીસે હાથ ધરેલ છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *