ભચાઉ : તાલુકાના વરસાણા પાસે આવેલી અંકુર ફેકટરી સામે ટ્રેનની ટક્કર વાગવાથી અજાણ્યા પુરૂષનું મોત થવા પામ્યું હતું. પોલીસ સુત્રોમાંથી મળતી વિગતો મુજબ વરસાણા સીમમાં આવેલી અંકુર ફેકટરી સામે રેલવે પાટા ઉપરથી અજાણ્યા ૪૫ વર્ષિય પુરૂષનો કપાઈ ગયેલો મૃતદેહ મળી આવ્યો હતો. કોઈપણ ટ્રેનની ટક્કર લાગવાથી હતભાગીનું મોત થવા પામ્યું હતું. જમણા હાથ પર એન.કે. તથા છાતીના ભાગે દિલ ત્રોફાવેલ છે.જે કોઈ સગા – સંબંધીઓ હોય તેમણે ભચાઉ પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધવા પોલીસે જણાવ્યું હતું. હતભાગીની ઓળખ માટે લાશનું પીએમ કરાવી ઓળખ માટે હોસ્પિટલમાં રાખેલ હોવાનું પીએસઓ રવિન્દ્રસિંહ જાડેજાએ જણાવ્યું હતું.