વડોદરાથી મજુરી માટે આવેલો યુવાન મુંદરા અદાણી બંદરે ગઈકાલે નિકળી ગયા બાદ પાણીમાંથી મૃત હાલતમાં મળ્યો

અદાણી પોર્ટ સીટી નંબર ૩ સામે દરિયામાંથી શ્રમજીવીની લાશ મળતાં પોલીસે છાનબીન શરૂ કરી હતી. પોલીસ સુત્રોના જણાવ્યા અનુસાર મૃત્યુનો બનાવ ર૪-૭ના રાત્રીના નવથી આજે સવારે આઠ વાગ્યા દરમ્યાન કોઈ પણ સમયે બનવા પામ્યો હતો. મરણજનાર ધર્મેશભાઈ પ્રતાપભાઈ ચુનિયા (ઉ.વ. ર૮) (મૂળ છાયલ ફળીયું, મુંદાહેડા, દાહોદ, હાલે બળદેવનગર, કરચીયા, વડોદરા) જે જાડેજા રોડ લાઈન્સમાં મજુરી માટે આવ્યો હતો. ગઈકાલે રાત્રીના નવેક વાગ્યે તેના સુપરવાઈઝર જીતેન્દ્ર વાઘેલાને કહી ગયેલ કે મારાથી રાત્રીના કામ નહીં થાય હું કાલે દિવસના કામ કરીશ અને અત્યારે સુવા જાઉં છુ, તેમ કહી જતો રહેલો અને પોર્ટ પર ફરવા નિકળી ગયેલ, જેનો આજે સવારે અદાણી પોર્ટ સિટી-૩ સામે દરિયામાંથી મૃતદેહ મળી આવ્યો હતો. અકસ્માતે દરિયામાં પડી જવાથી તેનું મોત થયેલ છે. લાશનું પીએમ કરાવી તેના વતન મોકલી આપવા કાર્યવાહી હાથ ધરેલાનું મુંદરા મરીન પોલીસ મથકના તપાસનીશ સહાયક ફોજદાર પુનશીભાઈ ગઢવીએ જણાવ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *