ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત HJD ઇન્સ્ટીટ્યુટ ખાતે તારીખ ૨૬/૦૭/૨૦૧૯ (શુક્રવાર) ના રોજ NCC COMMITTEE દ્વારા કારગિલ વિજય દિવસનું આયોજન કરવામાં આવેલ હતું. સને ૧૯૯૯ મે મહિના માં પાકિસ્તાન દ્વારા ભારતમાં ઘુષણખોરી કરી કારગિલ ની આજુબાજુ ના વિસ્તાર પર કબ્જો કરવામાં આવ્યો હતો. ત્યારબાદ બાદ બંને દેશ વચ્ચે તણાવ વધતા યુદ્ધની શરૂઆત થઇ હતી. ૨ મહિના ચાલેલા આ યુદ્ધમાં ભારતીય આર્મી, નેવી અને એરફોર્સના સૈનિકોએ ખુબ જ વિષમ પરીસ્થિતિ માં લડી આજના દિવસે ભારતને વિજય આપવી કારગિલ પર ભારતનો તિરંગો ફરકાવ્યો હતો. તે દિવસ થી ૨૬/૦૭ ના દિવસે કારગિલ વિજય દિવસ તરીકે ઉજવાય છે. આ નિમિતે અમારી કોલેજ માં વિવિધ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. HJD NCC ના આર્મી અને નેવી વિંગ ના કેડેટ્સ મુન્દ્રા અદાણી પોર્ટ પર આવેલ યુદ્ધ જહાજ ની મુલાકાત કરી હતી. આ સિવાય સ્કુલ ,એન્જીન્યરીંગ અને બી.એસસી. ના વિદ્યાથીઓ ને કારગિલ પર બનેલ એક નાની ફિલ્મ બતાવવામાં આવેલ હતી. તદુપરાંત બીજી પોસ્ટર મેકિંગ કોમ્પીટીશન, કાવ્ય રચના કોમ્પીટીશન, વકતૃત્વ સ્પર્ધા અને ગ્રુપ ચર્ચા જેવી અલગ અલગ ઇવેન્ટ નું આયોજન કરવામાં આવ્યું હતું. આ ઇવેન્ટ માં એચ.જે.ડી. કોલેજ અને એચ.જે.ડી. સ્કુલના 450 થી વધારે વિદ્યાર્થીઓ જોડાયા હતા.આ સમગ્ર ઇવેન્ટ માટે સંસ્થા ના ચેરમેન શ્રી જગદીશભાઈ હાલાઈ, કોર્ડીનેટર રસીલા હિરાણી એ માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. સમ્રગ કાર્યકામનું સંચાલન સંસ્થાના NCC UNIT ના સંયોજક દીપેશ પિંડોરિયા, ચેષ્ટા પરમાર અને સ્કુલ ,એન્જીન્યરીંગ અને બી.એસસી. ની કલ્ચરલ ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું