ગુજરાત આર્થિક વિકાસ નિગમ અંતર્ગત ગંગા સ્વરૂપા બહેનો માટે જનરલ તાલીમ
રાજ્યની મહિલાઓ સામાજિક, આર્થિક, માનસિક અને શારીરિક રીતે સશક્ત બની સમાજમાં ગૌરવભેર આગળ વધે તે માટે
મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવે છે. મહિલાઓ સ્વરોજગાર મેળવી
આત્મનિર્ભર બને તે હેતુથી ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ દ્વારા જનરલ તાલીમનું આયોજન કરવામાં આવનાર છે.
કચ્છ જિલ્લામાં નિવાસ કરતી ગંગા સ્વરૂપા બહેનો રોજગારી મેળવી આર્થિક રીતે પગભર બને તે હેતુસર ભુજ ખાતે તાલીમ
યોજવાની વિચારણા કરવામાં આવી રહી છે. આ તાલીમ તજજ્ઞો દ્વારા નિઃશુલ્ક આપવામાં આવશે. તાલીમનો સમયગાળો ૧
માસનો રહેશે તથા તાલીમ પૂર્ણ થયા બાદ તાલીમાર્થીઓને પ્રમાણપત્ર આપવામાં આવશે.
જે બહેનો સદર તાલીમમાં જોડાવા ઇચ્છુક હોય તેઓએ રૂમ નં. ૨૦૩, જિલ્લા મહિલા અને બાળ અધિકારીની કચેરી, સેવા
સદન, મુન્દ્રા રોડ, ભુજ-કચ્છ ખાતેથી અરજી ફોર્મ મેળવી પોતાનું નામ નોંધાવવાનું રહેશે.(સમય ૧૦:૩૦ થી ૦૬:૧૦ સુધી)
કચ્છ જિલ્લાના અન્ય તાલુકાઓમાં ૩૦ જેટલી બહેનોની સંખ્યા નોંધાશે તો તે તાલુકામાં પણ તાલીમનું આયોજન કરવામાં
આવશે. તાલીમનું સ્થળ સંબંધિત તાલુકા મથકે રહેશે.
૩૦+૩૦ એમ બે બેચમાં તાલીમનું આયોજન કરવાનું હોવાથી “વહેલા તે પહેલાના ધોરણે” નામ નોંધણી કરવામાં આવશે. તેથી
રસ ધરાવતી બહેનોએ વહેલી તકે પોતાનું નામ નોંધાવવા વિનંતી છે.