મુંદરામાં બે પિસ્તોલ અને કારતૂસો સાથે બે શખ્સને ઝડપ્યા

ભુજ રાજ્ય સ્તરની ટુકડીએ મુંદરાના અદાણી બાયપાસ પર દરોડો પાડીને બે પિસ્તોલ અને કારતૂસો સાથે બે શખ્સને ઝડપ્યા છે. આ બનાવમાં અન્ય એક રાજસ્થાનના ઇસમનું નામ ખુલ્યું છે. ગાંધીનગરની સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે મુંદરાના નાના કપાયા વિસ્તાર અદાણી બાયપાસ રોડ પર બાતમીના આધારે રેડ પાડીને ગેરકાયદેસર હથિયારના જથ્થા સાથે આરોપી બે આરોપીને ઝડપી પાડયા છે. આરોપીઓ પાસેથી નવ એમ.એમ.ની બે પિસ્તોલ કિં.રૂા. બે લાખ, જીવતા 14 કારતૂસ કિં.રૂા. 2800 અને ત્રણ મોબાઈલ કિં.રૂા. 1,05,000 તેમજ બે વધારાના મેગેઝિન અને ખાખી બોક્સ જપ્ત કરવામાં આવ્યા છે. આ પ્રકરણમાં હથિયાર આપનાર કે સંડોવાયેલાનું નામ ખૂલતાં તેને ઝડપવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા છે.