ભુજમાં જુગાર રમતી બે મહિલા સહિત પાંચની ધરપકડ
copy image

ભુજ શહેરના ભુજિયા રિંગ રોડ બાજુ મકાનની ઓસરીના છેવાડે ખુલ્લી જગ્યામાં રાતે હાર જીતનો જુગાર રમતા બે મહિલા સહિત પાંચ ખેલીને પોલીસે ઝડપીને કાયદેસરની કાર્યવાહી કરી હતી. મળતી માહિતી મુજબ બી-ડિવિઝન પોલીસને બાતમી મળેલ કે, ભુજિયા રિંગ રોડ ઉપર આવેલા મોબાઈલ ટાવરની સામે ભેંસોના વાડા પાછળના મકાનના આંગણામાં જુગાર રમાઈ રહ્યો છે. બાતમીના આધારે દરોડો પાડતાં તીનપત્તીનો જુગાર રમતા પાંચને રોકડા રૂા. 10,190ના મુદ્દામાલ સાથે ઝડપી કાયદેસરની કાર્યવાહી કરી હતી.