આદિપુરમાં વ્યાજે પૈસા આપી ઉઘરાણી અંગે ગુનો દાખલ

આદિપુરના કેસરનગર-3માં રહેતા યુવાનને અભ્યાસ અર્થે વ્યાજે પૈસા આપી બાદમાં વધુ રકમ અંગે પઠાણી ઉઘરાણી કરતાં શખ્સ સામે ગુનો નોંધાયો હતો.સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ  આદિપુર કેસરનગર-3માં રહેનાર યુવાને આરોપી સામે ગુનો નોંધાવ્યો હતો. કડિયાકામ કરનાર આ યુવાનને 2025માં નર્સિંગનો કોર્સ કરવો હોવાથી રૂપિયાની જરૂરત પડતાં સાથે કડિયાકામ કરનારને તેણે વાત કરી હતી. આ શખ્સે 8 ટકા વ્યાજે રૂા. 15,000 આપ્યા હતા, જેમાંથી એક હપ્તો કાપી રૂા. 13,800 ફરિયાદીને આપ્યા હતા. બાદમાં ફરિયાદી તેની પાસે કામ કરીને તથા ગૂગલ પે વગેરેથી હપ્તાના પૈસા ભરતો હતો. છેલ્લા બે મહિનાથી તે હપ્તો ન આપી શકતાં આ આરોપી તેના ઘરે જઇ વધુ રકમ અંગે ઉઘરાણી કરતો હતો. પોલીસે આ અંગે ગુનો નોંધી આગળની તપાસ કરી આગળની વધુ તપાસ હાથ ધરી છે.