ચોમાસા ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં નાલા સફાઈની કામગીરી શુરૂ કરવામાં આવી.

તા. ૦૫/૦૬/૨૦૨૬ ના રોજ થી ચોમાસા ઋતુને ધ્યાને રાખીને શહેરના વિવિધ વિસ્તારોમાં નાલા સફાઈની કામગીરી શરૂ કરવામાં આવી હતી અંગે વધુ વિગત જણાવતા ભુજ નગરપાલિકાના કારોબારી ચેરમેન કમલભાઈ ગઢવીએ જણાવ્યું હતું કે પ્રી-મોન્સૂન કામગીરી કે જેમાં નાલા સફાઈ હોય છે જેની આજથી કામગીરી શરુ કરવામાં આવી હતી. આજરોજ શહેરના બદામી છેલ્લાની તેમજ અન્ય ૦૩ વોર્ડના વિસ્તારો જ્યાં પાણી ભરાવાની સમસ્યા રહે છે ત્યાં આજથી નાલા સફાઈ શુરુ કરવામાં આવી છે. આ સફાઈમાં કુલ ૦3 JCB તેમજ ૧૨ ટ્રેક્ટર દ્વારા સફાઈ આરંભવામાં આવી હતી જેમાં આવને અડચણરૂપ પુર પથ્થર, ઝાડી. કચરો વગેરે ની સફાઈ કરવામાં આવી હતી. જે કચરાનું JCB તેમજ ટ્રેક્ટર દ્વારા ડમ્પીંગ સાઈટ પર નિકાલ કરવામાં આવેલ હતું. આવતીકાલ થી ટીમો વધારીને ભુજ શહેરમાં આવતા તમામ નાળાઓની સફાઈ કરવામાં આવશે, જેથી કરીને આપણા ભુજના હૃદયસમા હમીરસર તળાવમાં નવા નીર આવે તેમજ ભુજ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાવાની સમસ્યા ઉદ્ભવે નહિ.-

ઉપરોક્ત પ્રસંગે ભુજ નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી બીન્દીયાબેન ઠક્કર, ભુજ નગરપાલિકાના દંડક રૂપલબેન ચાવડા, ભુજ શહેર ભાજપના ઉપપ્રમુખ જયંતભાઈ ઠક્કર, ભુજ નગરપાલિકાના નગરસેવકો પ્રકાશભાઈ મહેશ્વરી, ગીતાબેન પટેલ ક્રિષ્નાબા જાડેજા વગેરે ઉપસ્થિત રહ્યા હતા.