તાજેતરમાં નાની તુંબડી પીએચસી મેડિકલ ઓફિસર ડૉ. રુચિતા ધુવા ના માર્ગદર્શન હેઠળ બેરાજાની શાળામાં કિશોરી સ્વાસ્થ્ય દિવસ ઉજવણી નિમિતે એડો. હેલ્થ.કાઉન્સિલર મહેન્દ્ર વાઘેલા દ્વારા ૧૦ થી ૧૯ વર્ષ દરમિયાન થતા વિવિધ ફેરફારો , પર્સનલ કેર , એનિમિયા, આયર્ન ફોલિક ગોળી ,અને વિવિધ આરોગ્ય સેવાઓ વિશે અને સારા આરોગ્ય જાળવણીસ્વચ્છતા વિશે યોગ્ય માર્ગદર્શન આપવામાં આવ્યું . ત્યારબાદ . માસિક ધર્મ માં સ્વચ્છતાઅને ગઠવી ભાઈ એ યોગથી સ્વાસ્થ્ય વિશે માર્ગદર્શન આપ્યું , ત્યારબાદ દરેક કિશોરી ઓનું વજન ઊંચાઈ , લેબ.ટેક શોભનાબેન પરમાર અને ફી.હે.વ.ધારાબેન ગુસાઈ દ્વારા ૬૧ કિશોરીઓનું હિમોગ્લોબીન અને ગ્રુપ ની તપાસ કરવામાં આવી. ત્યારબાર જેનું હિમોગ્લોબીન ઓછું હતું તેઓને કોઉન્સેલીંગ દ્વારા સારા આરોગ્ય માટે માર્ગદર્શન અને ફોલિક એસિડ ગોળી ખવડાવવામાં આવી અને સારા આરોગ્ય માટે પેડ વાપરવા વિશે જણાવવામાં આવ્યું હતું.ત્યારબાદ મ.પ.હે.વ.હિતેશ ધાંધલિયા દ્વારા ઋતુ જન્ય રોગો વિશે સમજ આપવામાં આવી.નાસ્તો આપવામાં આવ્યો.આમ આ કાર્યક્રમને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી વાઘેલા સાહેબ અને ગામના આશા ખતું બેન અને નેહાબેન સહયોગી રહ્યા હતા.