ભુજ તાલુકા ના કેરા નજીક આવેલી સ્વ. કાનજી કરશન હાલાઇ એજ્યુ.એન્ડચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત ૫110 ઇન્સ્ટીટ્યુટ ખાતે ૨૯ જુલાઈ ૨૦૧૯ સોમવાર ના રોજ સંસ્થાના ચેરમન શ્રી જગદીશભાઈ હાલાઈ ના જન્મદિવસ નિમિતે ૧૬ મા રક્તદાન કાર્યક્રમ અને વૃક્ષારોપણ નું આયોજન કરવામાં આવ્યું હતું. તેમના આ ૫૪ માં જન્મદિવસ પ્રસંગે શાળાના વિદ્યાર્થીઓ દ્વારા ૫૪ વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું રક્તદાન શિબિર ની શરુઆત સંસ્થાના ચેરમેનશ્રી જગદીશભાઈ હાલાઈ, સંસ્થાના કોર્ડીનેટર શ્રીમતી રસીલા હિરાણી,બી.એસ.સી. કૉલેજ ના પ્રિન્સિપાલ વિવેક ગુજરાતી, પ્રાઈમરી સ્કુલ પ્રિન્સિપાલ દીપા નાયર, માધ્યમિક સ્કુલ પ્રિન્સિપાલ પંકજ સોરઠીયા અને જી.કે. જનરલ હોસ્પિટલના બ્લડ બેંક ઈન-ચાર્જ શ્રી કેવલભાઈ પટેલ ના હસ્તે દીપ પ્રાગટ્ય દ્વારા કરવામાં આવ્યું હતું. ત્યારબાદ શ્રી કેવલભાઈ પટેલ દ્વારા પ્રાસંગેક ઉદબોધન મા રક્તદાન નું મહત્વ સમજાવ્યુ હતું જેમાં જણાવ્યુ કે રકત કોઈ ફેક્ટરીમાં કે કૃત્રિમ રીતે બનાવી શકાતું નથી, તે માનવીના શરીરમાંજ બંને છે. તો આપણે નિયમિત રીતે રક્તદાન કરી આ મહાન કાર્યમાં ભાગીદાર થઈ તેમજ આપનું કરેલ રક્તદાન કોઈનું જીવન બચાવી શકે છે. રક્તદાન એ જ મહાદાન સુત્ર ને સાર્થક કરતા આ ઉત્કૃષ્ઠ કાર્યની શરુઆત સંસ્થાના એન.એસ.એસ. અને એન.સી.સી. ના કેડેટ્સ દ્વારા રક્ત આપી કરવામાં આવી હતી. થેલેસેમિયા ગ્રસ્ત દર્દિઓ માટે તથા લોક જાગ્રુતિ ની ભાવના સાથે આયોજીત રક્તદાન શિબિર મા ૫૪ યુનિટ રક્ત એકત્ર થવા પામ્યુ હતુ. આ કાર્યમાં પ10 એન્જિનિરીંગ કોલેજના વિવિધ ડીપાર્ટમેન્ટ ના 1400 સાથે સંસ્થાનો સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા અને ચેરમેનશ્રી ને વિદ્યાર્થીઓ અને સંસ્થાના સમગ્ર સ્ટાફ વતી જન્મદિવસની ખુબ શુભકામના આપવામાં આવી તેમજ તેમના લાંબા આયુષ્ય માટે પ્રાથના કરી હતી. આ રક્તદાન શિબિરમા જી. કે. જનરલ હોસ્પિટલના બ્લડ બેંક ઇન-ચાર્જ શ્રી કેવલભાઈ પટેલ તથા બ્લડ બેંક ટીમ દ્વારા રક્ત એકત્ર કરવામા આવ્યુ હતુ.