તમે બેઈમાન છો કાં બેવકૂફ…’ ટ્રમ્પની પત્રકાર જોડે તુ..તુ..મેં..મેં

copy image

copy image

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ફરી એકવાર ચર્ચાના કેન્દ્રમાં આવ્યા છે. એક ટીવી ઇન્ટરવ્યૂ દરમિયાન કેલિફોર્નિયા ચૂંટણીમાં ગેરરીતિના પોતાના આરોપો પર પુરાવા માંગવામાં આવતા ટ્રમ્પ ગુસ્સે થઈ ગયા હતા. એન્કર સાથે તીખી ચર્ચા બાદ તેઓ મીડિયાને ‘અપ્રમાણિક’ કહીને, માઇક્રોફોન હટાવી ઇન્ટરવ્યૂ અધવચ્ચે જ છોડીને ચાલ્યા ગયા હતા. ઇન્ટરવ્યૂના અંતે તેમણે એન્કરને કહ્યું, ‘ચલો હવે અહીં જ પૂરું કરીએ. કારણ કે હવે બહુ થયું. શુક્રિયા, ડાર્લિંગ.’મળતી માહિતી મુજબ એન્કર ક્રિસ્ટન વેલ્કરે વર્ષ 2020ની પ્રમુખ પદની ચૂંટણીમાં છેતરપિંડી અને કેલિફોર્નિયા પ્રાઇમરી ચૂંટણી 2026ના વિવાદ અંગે સવાલો પૂછવાનું શરૂ કર્યું, ત્યારે માહોલ ગરમાયો હતો. એન્કરે જ્યારે ટ્રમ્પને પોતાના આરોપોના પુરાવા આપવા કહ્યું, ત્યારે તેઓ પૂર્વ પ્રમુખ જો બાઇડન અને મીડિયા પર જોરદાર વરસ્યા હતા.