અંજાર તાલુકાના ધમડકા ગામમાં આવેલી ત્રણ વાડીઓમાંથી ચોરોએ કરી 110 મીટર વાયરની ચોરી

અંજાર તાલુકાના ધમડકા ગામના વિસ્તારમાં આવેલી ત્રણ વાડીઓમાંથી રૂા. 30,000ના 110 મીટર વાયરની ચોરી થયેલ હતી. ધમડકામાં રહેનાર ખેડૂતગત સવારે પોતાની વાડીએ જઇ પાણી ની મોટર ચાલુ કરતા તે ચાલુ થઈ નહોતી. તે દરમ્યાન તેમને જોયું ત્યારે ઓરડીથી બોર સુધીનો 40 મીટર વાયર કાપીને લઈ જવાયો હોવાનું જણાયું હતું.ત્યારબાદ પાડોશમાં તેમના ભાઈને ત્યાં તપાસ કરતાં ત્યાંથી પણ 40 મીટર વાયરની ચોરી થઈ હોવાનું બહાર આવ્યું હતું. ત્યારબાદ બુઢારમોરાની સીમમાં આવેલી વાડીમાંથી પણ 30 મીટર વાયર લઈ જવાયો હોવાનું સામે આવ્યું હતું. આ ત્રણ વાડીઓમાંથી ચોરોએ રાત્રિ દરમ્યાન ચોરી કરી હતી . બનાવ અંગે દુધઈ પોલીસે આગળની પાસ હાથ ધરી છે.