૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છ-ભુજના માર્ગદર્શન હેઠળ તાલુકા પંચાયત અબડાસા દ્વારા આજરોજ વાયોર ગામ ખાતે “સ્વચ્છતા સપ્તાહ અભિયાન” નો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

કચ્છની પરંપરા મુજબ ઢોલ વગાડીને ગામના મુખ્ય માર્ગો અને બજારમાં થઈને પદયાત્રા પસાર થઇ હતી અને નાગરિકોને સ્વચ્છતાનો સંદેશ પાઠવ્યો હતો. આ રેલીમાં તાલુકા પંચાયત સદસ્યશ્રી, અબડાસા તાલુકા વિકાસ અધિકારીશ્રી, ગામના સરપંચશ્રી, ઉપસરપંચશ્રી, તલાટીશ્રી, સ્થાનિક સામાજિક અગ્રણીઓ, વિવિધ સરકારી કર્મચારીઓ અને શાળાના વિધાર્થીઓ સહિત સર્વે ગ્રામજનો ઉત્સાહભેર જોડાયા હતા.

સહભાગીઓએ હાથમાં પર્યાવરણ અનુકૂળ કાપડના બેનરો અને જાગૃતિ દર્શાવતા સૂત્રોના પ્લેકાર્ડ્સ સાથે સમગ્ર ગામને સ્વચ્છતાનો સંદેશ આપ્યો હતો. પદયાત્રા દરમિયાન ગ્રામજનોને પ્લાસ્ટિક મુક્ત ગામ બનાવવા અને ચોમાસા પૂર્વે મચ્છરજન્ય રોગોથી બચવા આસપાસ સફાઈ રાખવા અપીલ કરાઈ હતી.