આડેસર પોલીસ ચેકપોસ્ટ પર કારમાંથી રૂા. 72હજારના શરાબ સાથે બે શખ્સને ઝડપી પાડયા

copy image

copy image

આડેસર પોલીસ ચેકપોસ્ટ પર વાહન ચેકિંગ દરમ્યાન પોલીસે કારમાંથી રૂા. 72,000ના શરાબ સાથે બે શખ્સને ઝડપી પાડયા હતા. મળતી માહિતી મુજબ આડેસર પોલીસ સવારે ચેકપોસ્ટ પર વાહન ચેકિંગમાં હતી, તે દરમ્યાન સાંતલપુર બાજુથી આવતી કારને રોકી કારની ડેકીની તપાસ કરાતાં તેમાંથી દારૂ નીકળી પડયો હતો. દરમ્યાન, વાહનમાં સવારની અટક કરાઇ હતી. કારમાંથી આર.જે. ગ્રીનના 180 મિ.લી.ના 192 તથા વિન્ટેજ જામુન વોડકાના 288 એમ કુલ 480 ક્વાર્ટરિયા કિંમત રૂા. 72,000નો દારૂ કબજે કરાયો હતો. આ બંને રાજસ્થાન લાખાસર નજીક દારૂના ઠેકા પરથી શરાબ ખરીદી અહીં લઇ આવી રહ્યા હતા.