ગાંધીધામ બીડીવીઝન પો સ્ટેની હદમાં આવેલ પડાણા ગામ નજીક આવેલ સેન્ટ્રલ બેન્ક ઓફ ઇન્ડીયા તથા એકસીસ બેન્કના એ.ટી.એમ તુટવાનો બનાવ બનેલ હતો અને ત્યારબાદ અંજાર પો સ્ટેની હૃદમા આવેલ વરસાણા ગામ નજીક એકસીસ બેન્કના એ.ટી.એમ. તોડવાનો પ્રયાસ થયેલ હતો. આ જ દરમ્યાન સરહદી રેન્જના પાલનપુર ખાતે પણ એમટીએમ તુટવાનો બનાવ બનેલ હતો. સદરહુ બનાવો ખુબજ ગંભીર પ્રકારના હોય જેથી પોલીસ મહાનિરીક્ષકશ્રી ડી.બી.વાઘેલા સા.બોર્ડર રેન્જ ભુજનાઓ દ્વારા પાલનપુર તથા પૂર્વ કચ્છ ગાંધીધામ જીલ્લાની અલગ અલગ ટીમો બનાવવા સુચના આપવામાં આવેલી જે સંદર્ભે પાલનપુર ખાતેથી એક ટીમ મેવાત (હરીયાણા) ખાતે તપાસમાં ગયેલ જયારે શ્રી પરીક્ષીતા રાઠોડ સા.પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ ગાંધીધામ નાઓના સીધા માર્ગદર્શન મુબજ તથા નાયબ પોલીસ અધિક્ષકશ્રી ડી.એસ.વાઘેલા અંજાર વિભાગ અંજારનાઓની સુચના મુજબ બી ડીવીઝન એલ.સી.બી તથા અન્ય પો સ્ટે તેમજ શાખાની ટીમો બનાવવામાં આવેલ હતી આ ટીમો ટેકનીકલ સર્વેલન્સ તથા હયુમન ઇન્ટેલીજન્સ ની મદદથી ગુન્હાઓ શોધવા લાબા સમયથી કાર્યરત હતી. જે દરમ્યાન પોલીસ ઇન્સપેકટર જે.પી.જાડેજાનાઓને આંતર રાજય સ્તરના ખાનગી બાતમીદાર તરફથી માહીતી મળેલ કે સદરહુ તમામ ગુન્હામા હરીયાણાની મેવાત ગેગ-સંડોવાયેલ છે તથા આ ગેગને ઓપરેટ કરનાર ગેગ લીડર આરોપી હાસમ હાલે રાજસ્થાનના મલાર ગામે રહે છે બાતમી આધારે તુરત જ જીલ્લા સ્તરની એક ટીમ બનાવી રાજસ્થાન મોકલવામાં આવેલ અને જયાથી આરોપી હાસમદીન એસ/ઓ અલ્લાબચાયે ખાન ઉવ.૪૬ રહે ગામ મલાર તા.ફલોદી જી.જોધપુરવાળાને શોધી પુછપરછ બાદ તા.૨૮-૭-૧૯ના રોજ અટક કરવામાં આવેલ છે. ગેગ લીડર હાસમની ઉડાણપૂર્વકની પુછપરછમા ગાંધીધામ સહીત રાજકોટ પાલનપુર સુરત અમદાવાદ પંચમહાલ વડોદરા ભરૂચ સહીતના કુલ્લે ૧૧ જગ્યાએ એટીએમ તોડી મોટા પ્રમાણમા રોકડ રકમની ચોરી કરેલાની કબુલાત આપેલ છે