છેતરપિંડીની કુલ રકમ શોધી પરત કરતી લોકલ ક્રાઈમ બ્રાન્ચ,

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ-ભુજનાઓએ લોકોના ચીટીંગમાં ગયેલ મુદ્દામાલ શોધી પરત કરાવવા તમામ પ્રયત્નો કરવા સુચના અને માર્ગદર્શન આપેલ હોય.

અરજદાર ટી ધીરન રહે. તમીલનાડુ વાળાનાઓ બિઝનસના હેતુથી કચ્છ-ભુજ ખાતે આવેલ અને તેઓની સાથે ચીટીંગ થયેલ જેઓએ લોકલ ક્રાઇમ બ્રાન્ચના ભુજનો સંપર્ક કરતા જે બાબતે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ સબ ઇન્સ્પેક્ટર એમ.એચ.શીણોલ સાહેબનાઓની સુચનાના આધારે લોકલ ક્રાઇમ બ્રાન્ચના પોલીસ હેડ કોન્સ રણજીતસિંહ જાડેજા તથા જયદેવસિંહ જાડેજાનાઓએ અરજદારશ્રી સાથે છેતરપિંડી કરનાર ઇસમને પકડી પાડી છેતરપિંડીના કુલ રૂપિયા ૫,૬૦,૦૦૦/- પરત કરી “તેરા તુજકો અર્પણ” સુત્ર સાર્થક કરેલ છે.