માંડવી પોલીસ સ્ટેશન વિસ્તારમાંથી આધાર પુરાવા વગરની રિક્ષા સાથે એક ઇસમને પકડી પાડતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ ભુજ”

શ્રી ચિરાગ કોરડીયા સાહેબ, પોલીસ મહાનિરીક્ષકશ્રી, સરહદી રેન્જ, ભુજ તથા શ્રી વિકાસ સુંડા સાહેબ પોલીસ અધિક્ષકશ્રી પશ્ચિમ કચ્છ નાઓએ જીલ્લામાં ચોરીના વધતા જતા બનાવો અટકાવવા તેમજ થયેલ ઘરફોડ/વાહન ચોરીના વણશોધાયેલ ગુનાઓ શોધવા અને આવી પ્રવ્રુત્તિ આચનાર સામે કડક કાર્યવાહી કરવા સુચના આપેલ.

જે સુચના અનુસંધાને લોકલ ક્રાઇમ બ્રાન્ચ પશ્ચિમ કચ્છ-ભુજના પોલીસ સબ ઇન્સ્પેકટરશ્રી એમ.એચ.શીણોલ સાહેબનાઓના માર્ગદર્શન હેઠળ એ.એસ.આઇ. દેવજીભાઇ મહેશ્વરી તથા પોલીસ હેડ કોન્સ્ટેબલ મુળરાજભાઈ ગઢવી, લીલાભાઇ દેસાઇ, રાજેશભાઈ ગઢવીનાઓ માંડવી વિસ્તારમાં આધુનિક કિટ સાથે પેટ્રોલીંગમાં હતા દરમ્યાન ફરતા ફરતા દાદાની ડેરી પાસે આવતા ખાનગી રાહે બાતમી હકીકત મળેલ કે, “મામદ સાલેમામદ ભોલીમ રહે.સલાયા મચ્છીપીટ, સલાયા તા.માંડવી કચ્છ વાળાએ શંકાસ્પદ રીઅલ રીક્ષા લઈને સલાયાથી માંડવી તરફ આવવાનો છે.” જેથી મળેલ હકીકત અંગે તુરત જ વર્કઆઉટ કરી તપાસ કરતા મામદ ઉર્ફે શાહરૂખ સાલેમામદ ભોલીમ ઉ.વ.-૫૦ ધંધો-ડ્રાઈવિંગ રહે.સલાયા મચ્છીપીટ, સલાયા તા.માંડવી કચ્છવાળો મળી આવેલ અને રિક્ષા જોતા આગળની તરફ કોઈ નંબર પ્લેટ લગાવેલ ન હોય તેમજ રિક્ષાની પાછળની તરફ નંબર પ્લેટ લગાવેલ હોય જેના રજીસ્ટર નંબર-GJ-07-W-1813 વાળા હોય અને મોબાઈલ એપ્લિકેશનમાં ચેક કરતા સદર રજીસ્ટર નંબર-GJ-07-VV-1813 નંબરના ચેસિસ નંબર જોતા-MD2AA24ZZTW D2161 વાળા છે અને ઉપરોક્ત નંબર પ્લેટ છે જે અન્ય રિક્ષાની ખોટી નંબર પ્લેટ લગાડેલ છે તે મુજબની હકીકત જણાવેલ છે જયારે રિક્ષાના ચેસિસ નંબરો જોતા-MD2AA24ZZUWLO1378 વાળા હોય જે બંન્ને ચેસિસ નંબર જોતા કોઈ ગુનાહિત પ્રવૃતિ કરવા માટે કે બદ ઈરાદો પાર પાડવા માટે સદર રીક્ષાના રજીસ્ટેશન નંબરો સાથે છેડછાડ થયેલ હોવાનું સ્પષ્ટ જણાઈ આવેલ જેથી મજકુર ઇસમ પાસે તેના કબ્જાની રિક્ષાની માલીકી બાબતે પુછપરછ કરતા આધાર પુરાવા ન હોય જેથી મજકુર ઇસમના કબ્જામાંથી મળી આવેલ રિક્ષા બી.એન.એસ.એસ. કલમ ૧૦૬ મુજબ કબ્જે કરી મજકુર ઇસમને ભારતીય નાગરીક સુરક્ષા સંહિતાની કલમ ૩૫(૩) મુજબ નોટીસ આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

કબ્જે કરેલ મુદામાલ

રીઅલ ઓટો રીક્ષા રજીસ્ટર નંબર-જી.જે.-૦૭-વી.વી-૧૮૧૩ વાળી જેની આશરે કિમત રૂપિયા-

२०,०००/-