ગુજરાત ભવિષ્યના ઉદ્યોગોનું કેન્દ્ર : સીએમ

હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે અને આગામી સમયમાં ભાવિ ઉદ્યોગોનું કેન્દ્ર બનશે તેમ નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે યોજાયેલા વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ કર્ટેન રેઈઝર કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કહ્યું હતું. ઉદ્યોગ વિભાગના અધિક મુખ્ય સચિવ મમતા વર્માએ ગુજરાતની વિકાસયાત્રા અને ગુજરાતમાં ઉદ્યોગો માટેની તકો અંગે પ્રેઝન્ટેશન રજૂ કર્યું હતું. અન્ય મહાનુભાવોએ પણ પોતાના વિચારો વ્યક્ત કર્યા હતા. આ કાર્યક્રમમાં, મોટી સંખ્યામાં બિઝનેસ લીડર્સ પણ સહભાગી થયા હતા. આ તબક્કે મુખ્યમંત્રીએ કહ્યું હતું કે, ટ્રેડિશનલ ઇન્ડસ્ટ્રીઝમાં પોતાની સ્ટ્રેન્થ પુરવાર કરીને હવે ગુજરાતે ભવિષ્યના ઉદ્યોગોમાં લીડ લેવા કમર કસી છે. `વિકસિત ગુજરાત -શાપિંગ ગ્લોબલ ફ્યુચર’ થીમ સાથે યોજાનારી વાઇબ્રન્ટ સમિટ 2027 ગુજરાતમાં સોફ્ટ પાવર, સેમિકન્ડક્ટર, ફીન્ટેક, ગ્રીન હાઈડ્રોજન,એ.આઈ. જેવા ઉભરતાં સેક્ટર્સ અને ગ્રીન ગ્રોથ પર વિશેષ ફોકસ કરાશે. મેન્યુફેક્ચારિંગ અને ડાયમંડ ઇન્ડસ્ટ્રીમાં ગુજરાતની કેપેસિટી, એગ્રીકલ્ચરમાં પ્રોડક્ટિવિટી, ટેક્નોલોજી માં ઇનોવેશન, ગતિશક્તિમાં કનેક્ટિવિટી, ડિફેન્સમાં મેન્યુફેક્ચારિંગ, ગ્રીન અને બ્લુ ઇકોનોમીમાં નેચરલ સ્ટ્રેન્થ અને સોફ્ટ પાવરમાં સંસ્કૃતિ આ બધાને સાથે જોડીને વાઇબ્રન્ટ ગુજરાત સમિટ 2027થી વડાપ્રધાનના સપ્તધારા સંકલ્પને ગતિ અપાશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની આગવી સોચથી શરૂ થયેલી વાયબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટે વિશ્વને સંદેશ આપ્યો છે કે, નીતિમાં સ્થિરતા, નિર્ણયમાં પારદર્શિતા અને વ્યવસ્થામાં ગતિ હોય, ત્યાં નિવેષકો આપોઆપ આકર્ષિત થાય છે. મુખ્યમંત્રીએ ઇન્વેસ્ટર્સ અને બિઝનેસ લીડર્સને ગુજરાતમાં રોકાણોથી વિકાસયાત્રામાં સહભાગી બનવા નિમંત્રણ પાઠવતાં રાજ્યમાં હરેક નિવેશને વિકાસનું માધ્યમ, ઉદ્યોગને રોજગારનો આધાર, ઇનોવેશનને ભારતની શક્તિ બનાવીને વિકસિત ભારત 2047 માટે વિકસિત ગુજરાત 2047નાં નિર્માણમાં ભાગીદાર બનવા આ ઇવેન્ટમાં આહ્વાન કર્યું હતું. વડાપ્રધાને 2003માં વિશ્વના રોકાણકારોને ગુજરાત સાથે જોડવા વાઇબ્રન્ટ સમિટ શરૂ કરાવી હતી. આ સમિટ આજે દુનિયાના ઉદ્યોગ-રોકાણકારોના ગુજરાત પરના વિશ્વાસનું પ્રતીક અને નોલેજ શારિંગ પ્લેટફોર્મ બની ગઈ છે.