ભરૂચવાસીઓ ધ્યાન આપો, ગુરુવારે 6 કલાક વીજળી ગુલ રહેશે, ચામુંડા ફીડર બંધ રહેતા આટલા વિસ્તારો અંધારામાં ડૂબશે!

ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તારમાં રહેતા લોકો માટે મહત્વના સમાચાર છે. 66 કે.વી. ઝાડેશ્વર, ભરૂચ સબ-સ્ટેશનના 11 કે.વી. ચામુંડા મંદિર ફીડર પર મરામત કામગીરીના કારણે વીજ પુરવઠો બંધ રહેશે.

આ કામગીરી તારીખ 22 ઓક્ટોબર, 2026 ગુરુવારના રોજ સવારે 10:00 વાગ્યાથી સાંજે 4:00 વાગ્યા સુધી ચાલશે.

આ વિસ્તારોમાં વીજ પુરવઠો બંધ રહેશે:

નારાયણ હોસ્પિટલ, ચિત્રકૂટ સોસાયટી, શ્રીનિકેતન સોસાયટી, હિલવ્યુ એપાર્ટમેન્ટ, મંગલ દર્શન સોસાયટી, SLD નિર્માણ, અલેખ સોસાયટી, રાજલક્ષ્મી સોસાયટી, અયપ્પા સ્કૂલ, શ્રીજી દર્શન સોસાયટી, ગણેશનગરી, અરુણોદય બંગલો, દ્વારકાધીશ એપાર્ટમેન્ટ, શ્રી હરિ બંગલો, ચામુંડા મંદિર અને તેની આજુબાજુનો તમામ વિસ્તાર.

વીજ કંપની દ્વારા નાગરિકોને જરૂરી વ્યવસ્થા અગાઉથી કરી લેવા વિનંતી કરવામાં આવી છે.