ગુજરાતમાં ફરી મોદી લહેર, વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 અને 31 ઓક્ટોબરે આવશે ગુજરાત, ખેડૂતોને આપશે મોટી ભેટ, કેવડિયામાં આપશે હાજરી!
ગુજરાત માટે ફરી એકવાર મોટા સમાચાર સામે આવ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ફરી એકવાર ગુજરાતના પ્રવાસે આવી રહ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ વડાપ્રધાન મોદી 30 અને 31 ઓક્ટોબરના રોજ ગુજરાતની મુલાકાત લેશે.
30 ઓક્ટોબરના રોજ તેઓ કિસાન સન્માન નિધિ અંતર્ગત દેશના કરોડો ખેડૂતોના ખાતામાં સહાયની રકમ ટ્રાન્સફર કરશે અને આ કાર્યક્રમ ગુજરાતથી જ કરશે.
જ્યારે 31મી ઓક્ટોબરે સરદાર પટેલની જન્મ જયંતિ નિમિત્તે નર્મદાના કેવડિયા ખાતે યોજાનારા રાષ્ટ્રીય એકતા દિવસના કાર્યક્રમમાં હાજરી આપશે.
વડાપ્રધાનના આગમનને લઈને તંત્ર દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.