ગુજરાતમાં ટ્રેન દુર્ઘટના ટળી, અમદાવાદથી રાજકોટ જતી ટ્રેનના બે ડબ્બા સુરેન્દ્રનગર પાસે ટ્રેક પરથી ઉતર્યા, મુસાફરોમાં ફફડાટ!
સુરેન્દ્રનગર – અમદાવાદથી રાજકોટ તરફ જઈ રહેલી ટ્રેન આજે મોટી દુર્ઘટનાનો શિકાર થતા રહી ગઈ. સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પાસે ટ્રેનના બે ડબ્બા અચાનક ટ્રેક પરથી ઉતરી ગયા.
ઘટના બનતા જ રેલવે તંત્રમાં દોડધામ મચી ગઈ. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિના સમાચાર નથી, પરંતુ અચાનક આંચકા સાથે ટ્રેન ઉભી રહી જતા મુસાફરોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો.
પ્રાથમિક માહિતી મુજબ આ માલગાડીના ડબ્બા હોવાનું સામે આવી રહ્યું છે. રેલવે વિભાગે તાત્કાલિક રેસ્ક્યુ કામગીરી હાથ ધરી છે અને આ રૂટ પરનો વાહન વ્યવહાર હાલ અસરગ્રસ્ત થયો છે.
ટ્રેકને ફરીથી કાર્યરત કરવા માટે રેલવેની ટેકનિકલ ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.