સાવરકુંડલાવાસીઓ માટે અગત્યના સમાચાર, કાલે ગુરુવારે 8 કલાક લાઈટ ગુલ રહેશે, શહેરના આટલા ફીડર બંધ રહેશે!
સાવરકુંડલા શહેરવાસીઓ માટે મહત્વની જાહેરાત કરવામાં આવી છે. પી.જી.વી.સી.એલ. દ્વારા જણાવવામાં આવ્યું છે કે આવતીકાલે તા. 22/10/26 ગુરુવારના રોજ 66 કે.વી. સબ સ્ટેશનમાં મેન્ટેનન્સની કામગીરી હાથ ધરવામાં આવશે.
જેના કારણે સાવરકુંડલા સીટીના મુખ્ય ફીડરો પર વીજ પુરવઠો બંધ રહેશે. સવારે 7:00 વાગ્યાથી બપોરે 3:00 વાગ્યા સુધી પાવર બંધ રહેવાનો છે.
આ ફીડરોમાં વીજળી બંધ રહેશે:
સાવર ફીડર, જલારામ ફીડર, મધુવન ફીડર, ખાદી ફીડર, ગીરધરવાવ ફીડર, પંચવટી ફીડર, નાવલી ફીડર, કલ્યાણ ફીડર સહિત શહેરી વિસ્તારના તમામ ફીડરો.
પી.જી.વી.સી.એલ. સાવરકુંડલા દ્વારા નાગરિકોને અગાઉથી જરૂરી વ્યવસ્થા કરી લેવા અને સહકાર આપવા અપીલ કરવામાં આવી છે.