સાવરકુંડલા-લીલીયા વચ્ચે ટ્રેનમાં ભારે હાલાકી, મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેનનું એન્જિન લીલીયા નજીક બંધ પડતા એક કલાક સુધી અટવાઈ!

લીલીયા – મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેનમાં મુસાફરી કરતા મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. લીલીયા નજીક મહુવા-ભાવનગર પેસેન્જર ટ્રેન નંબર 19206 નું એન્જિન અચાનક બંધ પડી જતા ટ્રેન રસ્તામાં જ અટકી ગઈ હતી.

એન્જિન બંધ થવાને કારણે ટ્રેન લગભગ એક કલાક સુધી ટ્રેક પર જ અટકી રહી હતી. આ ઘટનાના કારણે મહુવા, રાજુલા, વિજપડી, સાવરકુંડલા, લીલીયા સહિતના મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા.

મુસાફરો ટ્રેનની બહાર નીકળી ગયા હતા અને એન્જિન ફરી ચાલુ થવાની રાહ જોતા જોવા મળ્યા હતા. આખરે ટેકનિકલ ખામી દૂર કર્યા બાદ ટ્રેનને ફરી રવાના કરવામાં આવી હતી.