બનાસકાંઠાના ડીસા ST ડેપોમાં મોટો કૌભાંડ, ભાદરવી પૂનમના મેળામાં રૂ. 3.57 લાખની ઉચાપત, વિભાગીય નિયામક સહિત 4 સસ્પેન્ડ!
બનાસકાંઠાના ડીસા ST ડેપોમાંથી મોટા ગેરરીતિ કૌભાંડનો પર્દાફાશ થયો છે. ભાદરવી પૂનમના મેળા દરમિયાન થયેલી રૂ. 3.57 લાખની ગેરરીતિના આક્ષેપમાં 4 કર્મચારીઓ અને અધિકારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
પ્રાપ્ત માહિતી મુજબ બુકિંગ શાખામાંથી 12 EBTM મશીનના દુરુપયોગ અથવા ચોરી અંગે આક્ષેપો કરવામાં આવ્યા છે. બુકિંગ મશીનમાં આશરે રૂ. 30 હજારની નાણાકીય ઉચાપતના આક્ષેપો પણ સામે આવ્યા છે.
આ મામલે વિભાગીય નિયામક સહિત અધિકારીઓ અને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. ડીસા ડેપોના આ સમગ્ર મામલાને પગલે પાલનપુર ST વિભાગ અને સમગ્ર પરિવહન તંત્રમાં ભારે ચર્ચા જાગી છે.