નખત્રાણા પંથકમાં વિકાસના કામોને વેગ, રૂ. 158 લાખના બે મહત્વના રસ્તાઓનું ખાતમુહૂર્ત, સાંસદ વિનોદ ચાવડા અને ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના હસ્તે થશે!
નખત્રાણા – નખત્રાણા તાલુકાના અગત્યના માર્ગોનું રૂપિયા 158 લાખના ખર્ચે થનાર નિર્માણ કામોનું ખાતમુહૂર્ત કચ્છ લોકસભાના લોકપ્રિય સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા અને અબડાસા વિધાનસભા વિસ્તારના લોકપ્રિય ધારાસભ્ય શ્રી પ્રદ્યુમનસિંહ એમ. જાડેજાના વરદ હસ્તે કરવામાં આવશે.
ખાતમુહૂર્ત સમારોહ તા. 29/10/2025 બુધવારના રોજ યોજાશે.
(1) મંગવાવાળા ડાયસ્કૂલથી નર્મદા સંઘ સુધીના રોડનું રૂ. 84.00 લાખના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત
સમય-સ્થળ: સવારે 09:00 વાગે, મંગવાવાળા ગામે
(2) તેજરા-વાંકોલ માતાજી મંદિર સુધીના રોડનું રૂ. 74.00 લાખના ખર્ચે થનાર કામનું ખાતમુહૂર્ત
સમય-સ્થળ: સવારે 11:00 વાગે, વાંકોલધામ-વિગોડી ગામે
ઉપરોક્ત કાર્યક્રમોમાં જિ.પં.ના સદસ્યશ્રીઓ, તા.પં.ના સદસ્યશ્રીઓ, તા.પં.ના સદસ્યશ્રીઓ, સંગઠનના પદાધિકારીશ્રીઓ, ગામોના સરપંચશ્રીઓ, ઉપસરપંચશ્રીઓ, પાર્ટીના વરિષ્ઠ આગેવાનો અને સૌ કાર્યકર્તાઓ, ગ્રામજનો તેમજ શુભેચ્છકોને ઉપસ્થિત રહેવા ભાવભર્યું આમંત્રણ છે.
નખત્રાણા તાલુકા ભારતીય જનતા પાર્ટી પરિવાર