ગુજરાતમાં સરપંચની ચૂંટણી પહેલા જાગૃત મતદારોનો નવો ટ્રેન્ડ, વાયદાઓથી કામ નહીં ચાલે, 500ના સ્ટેમ્પ પેપર પર લખીને આપો!
અમેઝિંગ ગુજરાત – ગુજરાતમાં ગ્રામ પંચાયતની ચૂંટણીઓ નજીક આવી રહી છે ત્યારે સોશિયલ મીડિયા પર એક જાગૃતતા સંદેશ ખૂબ વાયરલ થઈ રહ્યો છે.
કોઈપણ સરપંચ પદનો ઉમેદવાર મત માંગવા આવે તો તેને કહેજો, વાયદાઓથી કામ નહીં ચાલે!
રૂ. 500 ના સ્ટેમ્પ પેપર પર લખીને આપો કે આ કામ કરીશું. જાગૃત બનો, ત્યારે જ ગામનો વિકાસ થશે.
આ મેસેજ દ્વારા મતદારોને અપીલ કરવામાં આવી રહી છે કે માત્ર મોઢાના વાયદા પર વિશ્વાસ ન કરો, ઉમેદવાર પાસે લેખિતમાં બાંહેધરી લો જેથી ચૂંટણી પછી ગામના વિકાસના કામો થાય.