મુન્દ્રા લોહાણા સમાજનું ગૌરવ

hitaishi

મુન્દ્રા,તા.૩: તાજેતરમાં મુન્દ્રાની શેઠ આર. ડી. એજ્યુકેશન ટ્રસ્ટ સંચાલિત પ્રાથમિક શાળામાં ધોરણ ૮ માં સમગ્ર શાળામાં ૯૭.૭૨ ટકા સાથે પ્રથમ આવવા બદલ હિતૈષી મહેશભાઈ ઠક્કરને વ્યવસ્થાપક સમિતિના પ્રમુખ ધર્મેન્દ્રભાઈ જેશર તથા માનદમંત્રી વિશ્રામભાઈ ગઢવીના હસ્તે શિલ્ડ આપીને સન્માન કરવામાં આવ્યું હતું. અત્રે ઉલ્લેખનીય છે કે લોહાણા સમાજનું ગૌરવ હિતૈષીના પિતા મહેશ હરિદાસ ઠકકર આર. ડી. માધ્યમિક શાળામાં શિક્ષક અને માતા શિલ્પાબેન ભીમજી કારીયા આર. ડી. પ્રાથમિક શાળામાં શિક્ષિકા તરીકે ફરજ બજાવી રહ્યા છે. શિક્ષક દંપતીની સુપુત્રી હિતૈષીને આ જવલંત સફળતા બદલ ઠેર ઠેરથી અભિનંદન મળી રહ્યા છે.