અંજાર પોલીસે વિગતો આપતા જણાવ્યું હતું કે શહેરમાં આવેલી પૂર્ણા નર્સિંગ હોમમાં આરોપી કેશુ બાપોદરા લેબ ટેકનિશિયન તરીકે ફરજ બજાવે છે તેમણે પોતાના આર્થિક ફાયદા સારું લેબ ની આવક અને સ્ટોકમાં રહેલ ચીજવસ્તુઓની દર્દીઓ ના તપાસણી રિપોર્ટ ની રકમ તેમજ ડેન્ગ્યુનો રિપોર્ટ 28 હજાર 800 તથા ડેન્ગ્યૂ પરીક્ષણ કીટ 230 સહિત કુલ રૂપિયા બે લાખ 19200 હોસ્પિટલ સાથે ઉચાપત કરી છે આ અંગે જનરલ સર્જન ડોક્ટર શ્યામસુંદર કંનીગંટી એ નોંધાયેલી ફરિયાદના આધારે પોલીસે આરોપી સામે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.