ગોરેવાલી બન્નીમાં જરૂરત મંદોને રેશનિંગની દુકાનમાં સરકારના નિયમ પ્રમાણે મફતમાં રાશન વિતરણ કરવામાં આવ્યું

રાજ્ય સરકારની અત્યોદય રાશન યોજનાઓ અન્વયે દેશના છેવાડાના સરહદી ગામ ગોરેવાલી બન્નીમાં દિનદયાળ ઉપાધ્યાન શોપ પરથી ગરીબોને મફતમાં રાશન વિતરણ કરવામાં આવ્યું હતું. આ મફત રાશન વિતરણનો પ્રારંભ રાષ્ટ્રીય સહ સંયોજક મુસ્લીમ રાષ્ટ્રીય મંચ (શિક્ષા પ્રોકોસ્ટ) શ્રી મીરખાં પી. મુતવા નડવીના હસ્તે કરવામાં આવ્યું હતુ. રાશન શોપના સંચાલક શ્રી અબ્દુલ્લક્યુમ હેદરખાન મુતવાએ ગરીબોને કાર્ડ દીઠ સરકારના નિયમ પ્રમાણે કાર્ડ દીઠ રાશન વિતરણ કરવા આવ્યું હતું. ત્યારે સરકારના પ્રતિનિધી તરીકે પ્રાથમિક શાળાના આચાર્યશ્રી અઝઉલ્લા મુતવા, ભાભાખાન મુતવા, ધોરડો પોલીસ આઉટ પોસ્ટના જમાદાર દીપકભાઈ વગેરે હાજર રહીને સોશ્યિલ ડિસ્ટન્સી જાળવી દરેક આવેલ અને લાગુ પડતા સરકારના નીયમ પ્રમાણે રાશનનું વિતરણ કરવામાં આવેલ હતું.